
માહિતી બ્યુરો: દેવભૂમિ દ્વારકા
લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ અન્વયે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તા.૦૭ મે, ૨૦૨૪ના રોજ મતદાન થશે. ત્યારે જિલ્લાના મતવિસ્તારમાં વધુમાં વધુ મતદાન થાય તે હેતુથી જિલ્લા ચૂંટણી તંત્ર કાર્યરત છે. અને મતદાર જાગૃતિના વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. કલ્યાણપુર તાલુકાની સતાપર પ્રાથમિક શાળામાં ચુનાવ પાઠશાળા યોજવામાં આવી હતી. અને લોકશાહીના આ અવસરમાં મતદાન કરવા, મતદાતાઓને તેમના મતદાનનું મહત્વ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા.
બાળકોએ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા કઈ રીતે થાય છે તે અંગે માહિતી મેળવી હતી.

[wptube id="1252022"]








