
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
સાબરકાંઠા લોકસભા કોંગ્રેસ ઉમેદવારની ધનસુરામાં કોંગ્રેસ ના કાર્યકરો સાથે યોજાઈ બેઠક, મોટી સઁખ્યામા કાર્યકર્તાઓ રહ્યા ઉપસ્થિત

સાબરકાંઠા – અરવલ્લી લોકસભા ની બેઠક પર હાલ વિરોધ ઘેરાયેલો છે જેમાં અને એ વચ્ચે હાલ સાબરકાંઠા-અરવલ્લી બેઠક પર કોંગ્રેસ નું પ્રભુત્વ વધતું જોવા મળી રહ્યું છે અને કોંગ્રેસ પક્ષ દ્વારા પ્રચાર થી લઇ કાર્યકરો સાથે ની બેઠકો પૂર જોશમાં થઇ રહી છે જેમાં અરવલ્લી જિલ્લામાં ધનસુરા ખાતે તાલુકા કોંગ્રેસના કાર્યકરો સાથે દર્શન હોટલ ખાતે મિટિંગ યોજાઈ હતી જેમાં કોંગ્રેસ ના ઉમેદવાર તુષાર ચૌધરી એ જણાવ્યું હતું કે હાલ ભાજપના વિરોધના વંટોળ વચ્ચે સાબરકાંઠા લોકસભા પર કોંગ્રેસ નો 100% વિજય નિશ્ચિત છે અને સાબરકાંઠા કોંગ્રેસનો કેમ વિજય એના કારણો જણાવતા કહ્યું હતું કે સામે પક્ષે ઉમેદવાર બદલવા પડ્યા અને બદલાયેલ ઉમેદવાર નો પણ જોરદાર વિરોધ થવા લાગ્યો આટલા વર્ષો બાદ આ વર્ષે ભાજપ માં વિરોધ નો માહોલ જોવા મળ્યો અને ભાજપના અંદર નો વિખવાદ ખુલી ને બહાર આવ્યો છે હાલ ભાજપ દ્વારા કોંગ્રેસ યુક્ત ભાજપ કર્યું એના કારણે કાર્યકરો નો આક્રોશ બહાર આવતો ગયો તે તે કારણો જણાવ્યા હતા અને કહ્યું હતું કે આ વખતે સાબરકાંઠા બેઠક કોંગ્રેસ ના હાથમાં આવશે તેમ જણાવ્યું હતું








