WAKANER વાંકાનેર બાઉન્ડ્રી નજીક વિદેશી દારૂ ભરેલું આઇસર LCB એ ઝડપી લીઘું

WAKANER વાંકાનેર બાઉન્ડ્રી નજીક વિદેશી દારૂ ભરેલું આઇસર એલસીબી એ ઝડપી લીઘું
મોરબી જિલ્લા એલસીબીની ટીમ વાંકાનેર બાઉન્ડ્રી પાસે પેટ્રોલિંગમાં હતી ત્યારે સુરેશભાઇ હુંબલ, વિક્રમભાઇ કુગશીયાને મળેલ હકિકત આધારે અમદાવાદ તરફથી આઇસર નં જીજે ૧૫ એએક્સ ૦૧૯૪ રાજકોટ તરફ જતું હતું ત્યારે વાંકાનેર બાઉન્ટ્રી નજીક આવેલ ડ્રાઇવર વિજય હોટલ સામે મળેલ બાતમી વાળું આઇસર આવતાની સાથે જ તેને રોકીને ચેક કરવામાં આવ્યું હતું ત્યારે તેમાંથી જુદીજુદી બ્રાન્ડની ૨૬૦૮ બોટલ દારૂ અને જુદીજુદી બ્રાન્ડના ૪૫૬૦ બીયરના ટીન મળી આવ્યા હતા જેથી પોલીસે દારૂ અને બીયર તેમજ ૧૦,૦૦,૦૦૦ નું આઇસર, ૫૦૦૦ નો એક મોબાઈલ અને રોકડા ૬૫૦૦ આમ કુલ મળીને ૨૪,૦૨,૩૦૦નો મુદામાલ કબ્જે કરેલ છે અને હાલમાં આરોપી સુભાષસીંગ કેદારસીંગ સીંગ જાતે રાજપુત (૩૪) રહે. મેનીજોર પોસ્ટ ગાદી વીશનપુર થાણા બૈરા જીલ્લો જમુઇ બિહાર વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી હેમંતભાઇ પટેલ રહે. દમણ વાળાનું નામ સામે આવેલ છે જેથી કરીને પોલીસે માલ મોકલાવનાર અને માલ મંગાવનાર સહિતનાઓની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશને ખાતે ગુનો નોંધીને બીજા આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે આ કામગીરી એલસીબીના ઇન્ચાર્જ પીઆઇ એમ.પી. પંડયાની સૂચના મુજબ પીએસઆઈ કે.એચ. ભોચીયા સહિતના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી