GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી ખાણ ખનીજ વિભાગે મકનસર પાસેથી બિનઅધિકૃત રીતે ખનીજ પરિવહન કરતાં ત્રણ વાહનો જપ્ત કર્યા!

MORBI:મોરબી ખાણ ખનીજ વિભાગે મકનસર પાસેથી બિનઅધિકૃત રીતે ખનીજ પરિવહન કરતાં ત્રણ વાહનો જપ્ત કર્યા!

(શ્રીકાંત પટેલ દ્વારા મોરબી)
મોરબી ખાણ ખનીજ વિભાગ દ્વારા સમયાંતરે કામગીરી કરવામાં આવતી હોય છે.તે રીતે જ મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલા મકનસર ગામ પાસેથી બિનઅધિકૃત સાદી માટી અને હાર્ડ મોરમ ભરેલ ત્રણ વાહનોને જપ્ત કરીને તેની પાસે ખનીજ પરિવહન માટે પરવાનગી ન હોય દંડ વસુલવાની કાર્યવાહી શરૂં કરી છે. પ્રાપ્ત થયેલી વિગત મુજબ
મોરબી જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાંથી ખનીજ ચોરીઓ થતી હોવાના બનાવો સામે આવે છે. અહીં સામૂહિક અને સાર્વત્રિક રીતે થતી ખનીજી ચોરીને રોકવામાં ક્યાંકને ક્યાંક સ્થાનિક રેવન્યુ વિભાગ, પોલીસ વિભાગ, આરટીઓ વિભાગ તેમજ ખાણ ખનીજ ખાતા નાં રાજય સેવક ફરજ બેદરકાર રહેતા હોય છે જેના કારણે રોયલ્ટી પાસ ની થતી રકમ ની સરકારની આવકમાં ગાબડા પડી રહ્યા છે તે નરી હકીકત છે.નવલખી બંદરેથી નવલખી રોડ ઉપર થઈને જે કોલસાના ડમ્પરો બેફામ ગતિએ દોડે છે તેમાં પણ ઓવરલોડિંગ તેમજ અન્ય ગેરકાયદેસર બાબતો જોવા મળે છે.પરંતુ તે તમામ બાબતોને નઝર અંદાજ કરીને એકલદોકલ કેસ કરવામાં આવતા હોય તેવો ઘાટ હાલ સમગ્ર જિલ્લામાં જોવા મળી રહ્યો છે.દરમ્યાનમાં મોરબી ખાણ ખનીજ વિભાગ દ્વારા મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલ મકનસર ગામ પાસેથી ટ્રક ડમ્પર નંબર જીજે ૩૬ વી ૮૦૭૮ ચાલક વિજય વેરસી આંત્રેસા રહે.લીલાપર વાળાને અટકાવીને તેની પાસે તેના વાહનમાં ભરેલ સાદી માટી અંગે પાસ પરમીટ માગવામાં આવ્યા હતા જે ન હોય વાહનને પકડીને તાલુકા પોલીસ હવાલે કરવામાં આવ્યું હતું.તે રીતે જ ત્યાંથી નીકળેલ લોડર નંબર જીડે ૩ ઇએ ૧૧૧૨ ના ચાલક ટીંકુ માનસિંગ વસુનીયા રહે.મકનસર વાળાને પણ ખાણ ખનીજના અધિકારી દ્વારા જપ્તી કરવામાં આવી હતી અને વાંકાનેર હાઇવે ઉપરથી જ દરિયાલાલ કોમ્પ્લેક્સ નજીકથી વાહન નંબર જીજે ૧૩ એડબલ્યુ ૮૫૮૮ ને અટકાવવામાં આવ્યું હતું અને તેને ડ્રાઇવર મુસ્તકીમ મજીદખાન પઠાણ રહે.મોરથરા થાન જિલ્લો સુરેન્દ્રનગર વાળા પાસે તેના વાહનમાં ભરેલ વસ્તુ અંગે પૂછપરછ કરવામાં આવી હતી જોકે તેની પાસે પણ ખનીજ પરિવહનનો કોઈ અધિકૃક પરવાનો ન હોય તે વાહનને પણ પકડીને હાલ ત્રણેય વાહનો તાલુકા પોલીસ હવાલે કરવામાં આવ્યા હતા અને વાહનોમાં ભરેલ ખનીજ મુજબ દંડ ફટકારવાની કાર્યવાહી વિભાગ દ્વારા કરવામાં આવી છે. અહી એ વાત જણાવી દઈએ કે ખનીજ પરીવહન સાથે જોડાયેલા દરેક વાહનો નેં જીપીએસ સિસ્ટમ લગાવવું ફરજિયાત છે તો આ પકડાયેલા વાહનો એ જીપીએસ સિસ્ટમ લગાવી છે કે નહીં તે તપાસવું જરૂરી છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button