SABARKANTHA

પત્રકાર એકતા પરિષદ ગુજરાત સંગઠન દ્વારા નવ નિયુક્ત હોદ્દાઓની વર્ણી કરવામાં આવી

પત્રકાર એકતા પરિષદ ગુજરાત સંગઠન દ્વારા નવ નિયુક્ત હોદ્દાઓની વર્ણી કરવામાં આવી વિશ્વાસઘાત દૈનિક સાબરકાંઠા જિલ્લાન પ્રતિનિધિ પત્રકાર શ્રી કિરણભાઈ મલેશિયા ને પત્રકાર એકતા પરિષદ ગુજરાત પ્રદેશ મહામંત્રી તરીકે નવનિયુક્તિ આપવા માં અવી છે. પત્રકાર એકતા પરિષદ ગુજરાત રાજ્યના પ્રમુખશ્રી લાભુભાઈ કાત્રોડીયા તેમજ સમગ્ર ગુજરાત પત્રકાર એકતા પરિષદ પ્રદેશ ટીમનો કિરણભાઈ મલેશિયાએ આભાર વ્યક્ત કર્યો હતો અને વિશ્વના મોટા મા મોટા પત્રકારો ના સંગઠન માં સેવા નો અવસર આપવાના કારણે ધન્યતા અનુભવી હતી. પત્રકાર એકતા પરિષદ ગુજરાત 252 તાલુકા અને ૩૩ જિલ્લાઓ માં સંપૂર્ણ સમિતિ ધરાવે છે. સાથે સાથે 20 ધારાશાસ્ત્રી ટીમ (એડવોકેટ)ઓ ની સમિતિ કાર્યરત છે. મહિલા વિંગ સંપૂર્ણપણે સમિતિ સાથે કાર્યરત છે. ગુજરાતમાં પત્રકારોના પ્રશ્નો અને પત્રકારો ઉપર જીવલેણ હુમલા ઓ સામે રક્ષણ માટે 2019 થી સરકાર સાથે સીધા ટેબલટોક કરી ઘણા પ્રશ્નોનો નિવારણ લાવ્યા છે. ગુજરાતના પ્રદેશ પ્રમુખ શ્રી લાભુભાઈ કાત્રોડીયા દ્વારા પત્રકારો ના હિત માટે જ્યાં જ્યાં જરૂર હોય ત્યાં પત્રકારોને સંગઠન દ્વારા મદદરૂપ થયા છે. અને સંગઠન માં વ્યક્તિ વિશેષ નહીં પણ સંગઠન વિશેષ ની એક આગવી ઓળખ આપી.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button