સંજેલી ની ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગનું ગૌરવ વધારવા બદલ મયુર ડામોરને ખૂબ ખૂબ અભિનંદન

તા.૦૧.૦૪.૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Sanjeli:સંજેલી ની ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગનું ગૌરવ વધારવા બદલ મયુર ડામોરને ખૂબ ખૂબ અભિનંદન
સંજેલી તાલુકામાં આવેલ જય અંબે એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલીત ન્યુ પાર્થ નવોદય – એકલવ્ય તાલીમ વર્ગ કાર્યરત છે. છેલ્લા 18 વર્ષથી નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષાની તૈયારી કરાવવામાં આવે છે.
જય અંબે એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ અને ન્યુ પાર્થ એકલવ્ય – નવોદય તાલીમ વર્ગના સંચાલક દિલીપકુમાર એચ. મકવાણાના માર્ગદર્શન થી નવોદય તાલીમ વર્ગમાં તાલીમ મેળવી ડામોર મયુરભાઈ ભરતભાઈ – નાની સંજેલી – તા. સિંગવડ જી. દાહોદ ના નવોદય પરીક્ષામાં મેરીટમાં આવીને પોતાના માતાપિતા, સમાજ અને પોતાની શાળા નું તેમજ ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ સંજેલીનું ગૌરવ વધાર્યું છે ત્યારે તેમને ખુબ ખુબ અભિનંદન પાઠવવામાં હતા. આમ ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ મોરાથી અશ્વિનભાઈ સંગાડા અને સુખસરથી રાજુભાઈ મકવાણાએ પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતાં. તાલીમ વર્ગમાં તમામ વિદ્યાર્થીઓને મયુરભાઈ ના પિતા ભરતભાઈ ડામોર દ્વારા પેંડા આપવામાં આવ્યા હતા અને જય અંબે એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ દિલીપકુમાર મકવાણાએ પેંડા ખવડાવીને મયુરભાઈને શુભેચ્છા પાઠવી હતી.