MORBI:સીલીકોસીસ પર કામ કરતી સંસ્થાએ મોરબી કલેક્ટર સાહેબ સાથે શુભેચ્છા મુલાકાત કરી, સીલીકોસીસએ વધુ એક સીરામીક કામદારનો ભોગ લીધો.

સીલીકોસીસ પર કામ કરતી સંસ્થાએ મોરબી કલેક્ટર સાહેબ સાથે શુભેચ્છા મુલાકાત કરી, સીલીકોસીસએ વધુ એક સીરામીક કામદારનો ભોગ લીધો.
પીપલ્સ ટ્રેનિંગ એન્ડ રીસર્ચ સેન્ટર ( PTRC ) વ્યવસાયીક આરોગ્ય પર કામ કરતી સ્વૈછીક સંસ્થા છે. મોરબી, સુરેંદ્રનગર અને રાજકોટ ખાતે જીવલેણ રોગ સીલીકોસીસ વિષે જાગૃતી અને કામદારના સલામતી અને આરોગ્ય સંબંધીત અધીકારો માટે કામ કરે છે.
૨૯ દીવસમાં ૩ સીલીકોસીસ પીડીતોના મૃત્યુના સમાચાર માધ્યમોમાં ચમકતાં મોરબી જિલ્લા કલેકટર દ્વારા તાત્કાલીક તપાસનો આદેશ કરી સંબંધીત વિભાગોના અધીકારીઓ તેમજ ઉધ્યોગના પ્રતીનીધીઓ સાથે બેઠક કરી સમસ્યાના ઉકેલ અંગે ચર્ચા કરી. મોરબી જીલ્લા કલેકટરશ્રી કે. બી. ઝવેરી આ બાબતે કેટલા સંવેદનશીલ છે તે આ બાબત સુચવે છે.

તારીખ – 24/૦૩/૨૦૨૪ ના રોજ પીપલ્સ ટ્રેનીંગ એન્ડ રીસર્ચ સેન્ટર ( PTRC ) ના નીયામક જગદીશ પટેલે શ્રી કે. બી. ઝવેરી સાહેબની રૂબરૂ શુભેચ્છા મુલાકાત કરી તેમનો આભાર માની કરખાના ધારાની વીવીધ કલમો ટાંકી સેનેટરી એકમોમાં ધુળના પ્રમાણને નીયંત્રીત કરી તેને કાયદામાં બતાવેલ મર્યાદા સુધી તેનું પ્રમાણ ઘટાડવાનો આગ્રહ કર્યો. સીલીકોસીસ અંગે સંસ્થાએ પ્રકાશીત કરેલ પ્રકાશનો ભેટ આપી સીલીકોસીસથી થતા મ્રુત્યુનો દર ઘટાડવાના સરકારશ્રીના ઉમદા પ્રયાસોમાં પોતાનો સહકાર આપવાની ખાતરી આપી. “કાળમુખો સીલીકોસીસ” નામની પુસ્તીકા જોઇ કલેકટર શ્રીએ પોતાની પ્રસન્નતા વ્યક્ત કરી તેને તમામ ઉધ્યોગોમાં પહોંચાડવી જોઇએ તેવી લાગણી વ્યકત કરી.દરમીયાન આ લખાય ત્યારે રાજકોટથી એક દુખદ સમાચાર મળ્યા છે. મોરબીના કારખાનાઓમાં કામ કરવાને કારણે સીલીકોસીસનો ભોગ બનેલા મકનસરના ભરતભાઇ પરમાર તબીબી સલાહને કારણે થોડા મહીનાથી રાજકોટ જઇ વસ્યા હતા. ગયા અઠવાડીયે તેમની તબીયત બગડતાં તેમને ઓક્સીજન મશીનની જરુર પડી. સંસ્થાએ વ્યવસ્થા કરી શકે તે પહેલાં જ આજે તેમનું દુખદ અવસાન થયું. તેમનો મ્રુતદેહ આજે મોરબી લાવવામાં આવશે જ્યાં આવતી કાલે તેમની અંતીમક્રીયા થશે.








