MORBI:મોરબી ગુજસીટોકના ગુનામાં સંડોવાયેલ આરોપીની કરોડની મિલકત સીલ,બેક એકાઉન્ટ પડેલ રોકડ જપ્ત કરાઇ

MORBI:મોરબી ગુજસીટોકના ગુનામાં સંડોવાયેલ આરોપીની કરોડની મિલકત સીલ,બેક એકાઉન્ટ પડેલ રોકડ જપ્ત કરાઇ
મોરબી એ ડીવીઝન પોલીસ મથકમાં હત્યા અને આર્મ્સ એક્ટ મુજબ વર્ષ ૨૦૨૧ માં ગુનો નોંધાયો હતો જે ફરિયાદને પગલે પોલીસે ધી ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરીઝમ એન્ડ ઓર્ગેનાઈઝ ક્રાઈમ (ગુજસીટોક) એક્ટ ૨૦૧૫ ની કલમ અન્વયે ગુનો નોંધી વધુ તપાસ ચલાવી હતી મોરબી શહેર અને જીલ્લામાં સંગઠિત ગુના આચરતી ટોળકી વિરુદ્ધ પોલીસે કાર્યવાહી કરી હતી જેમાં તપાસ દરમિયાન પુરાવાને આધારે ૧૮ પૈકી ૧૫ ઇસમોને ઝડપી લેવામાં આવ્યા હતા અને ૩ આરોપીઓ હજુ નાસતા ફરતા હોવાનું પોલીસે જણાવ્યું હતુંજે ઓર્ગેનાઈઝ ક્રાઈમ આચરનાર ટોળકી વિરુદ્ધ સખ્ત કાર્યવાહી કરવા રાજકોટ રેંજ આઈજી અને જીલ્લા પોલીસવડાની સુચના મુજબ ડીવાયએસપી પી એ ઝાલાના માર્ગદર્શન હેઠળ આરોપીઓની સંપત્તિ જપ્ત કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે જેમાં પોલીસે ૧૮ આરોપીઓ, તેના પત્નજી, ભાઈ સહિતનાની મિલકત અને બેંક એકાઉન્ટ અંગે રેવન્યુ વિભાગ અને બેંક સાથે સંકલન કરી મિલકત અંગેની માહિતી સરકાર દ્વારા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ની નિમણુક કરી મિલકતનું એનાલીસીસ કર્યું હતું
અને ૧૮ આરોપીઓ પૈકી ચાર આરોપીની મિલકત જપ્ત તેમજ સંડોવાયેલ આરોપીના અલગ અલગ બેંકના એકાઉન્ટમાં રહેલ રોકડ ઈરાકમ જપ્ત કરવા દરખાસ્ત તૈયાર કરી ગૃહ વિભાગને મોકલી હતી જે દરખાસ્તને આધારે આરોપી ઇમરાન ઉર્ફે બોટલ હનીફ ચાનિયા, રીયાઝ રજાક ડોસાણી, ઈરફાન અલ્લારખા ચોચોદરા અને આરીફ ગુલમહમદ મીર રહે બધા મોરબી વાળા અને તેની પત્ની અને ભાઈના નામે વસાવેલ કુલ ૩૦ સ્થાવર અને જંગમ મિલકત જપ્ત કરવા તેમજ અલગ અલગ બેંકમાં રહેલ ૨૪ બેંક એકાઉન્ટમાં રોકડ રૂપિયા આશરે ૧૨.૫૦ લાખની રોકડ જપ્ત કરવા હુકમ કર્યો હતો જેને પગલે ૧.૮૦ કરોડની મિલકત અને ૨૪ બેંક ખાતામાં રહેલ ૧૨.૫૦ લાખની રોકડ જપ્ત કરવામાં આવી છે