MORBI:મોરબીમાં કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ પાટીદાર સમાજ દ્વારા જબરદસ્ત રેલી યોજાઇ

MORBI:મોરબીમાં કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ પાટીદાર સમાજ દ્વારા જબરદસ્ત રેલી યોજાઇ
(શ્રીકાંત પટેલ દ્વારા મોરબી)
સુરત ખાતે મોરબીના પાટીદાર સમાજના ઉદ્યોગપતિઓ અને પાટીદાર સમાજની દીકરીઓને કાજલ હિંદુસ્તાનીએ જાહેર કાર્યક્રમમાં વાણી વિલાસ કરીને બદનામી કરીને પાટીદાર સમાજ ની લાગણી ને ઠેસ પહોંચાડી છે. કાજલ હિન્દુસ્તાનીના વિરોધમાં મોરબીમાં પ્રચંડ રોષ ફેલાયો છે તેની પ્રતિક્રિયા નાં ભાગરૂપે આજે તારીખ ૩૦ ને શનિવારે સવારે ૧૦:૦૦ વાગ્યે શનાળા રોડ ઉપર આવેલ નવા બસ સ્ટેન્ડ સામે સરદાર વલ્લભભાઈ પટેલ ની પ્રતિમા ને પુષ્પહાર કરીને પાટીદાર સમાજ દ્વારા મોરબીમાં વિશાળ મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે અને નિયત થયેલા રૂટ પર પસાર થઈ ને જીલ્લા સેવા સદન ખાતે જીલ્લા કલેકટર ને આવેદનપત્ર આપ્યું છે. કલેકટર કચેરીએ જોરદાર સુત્રોચ્ચાર કર્યા હતા. થોડા સમય પહેલા સુરતની એક સભામાં પાટીદાર સમાજની દીકરીઓ વાલીઓ, માતાઓ અને ઉદ્યોગપતિઓ વિશે કાજલ હિન્દુસ્તાનીએ અભદ્ર ટિપ્પણી કરી હતી તેના વિરોધમાં સમગ્ર મોરબી જિલ્લામાં પાટીદાર સમાજમાં રોષની લાગણી ફેલાયેલ છે. આજે શનિવારે બાઇક કાર રેલી યોજી નેં જિલ્લા સેવા સદન ખાતે કલેકટરને આવેદનપત્ર આપીને કાજલ હિન્દુસ્તાની સામે ફરિયાદ નોંધવાની માંગણી કરવામાં આવીછે.