GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER
WANKANER:વાંકાનેર બીમારીથી કંટાળી ને પ્રૌઢે ઝેરી દવા ગટગટાવી ગળેફાંસો ખાઈ કર્યો આપઘાત

WANKANER:વાંકાનેર બીમારીથી કંટાળી ને પ્રૌઢે ઝેરી દવા ગટગટાવી ગળેફાંસો ખાઈ કર્યો આપઘાત
વાંકાનેર તાલુકાના કોટડાનાયાણી ગામે આવેલ વાડીયે મૂળ રાજકોટના વતની એવા ૫૩ વર્ષીય પ્રૌઢે મોઢામાં પડેલા ચાંદા મટતા ન હોય જેથી કંટાળી ઝેરી દવા પી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.
મળતી માહિતી અનુસાર રાજકોટ શહેરમાં આવેલ ગ્રીનલેન્ડ ચોકડી નજીક આવેલ તિરૂપતિ પાર્ક શેરી નં.૨ માં રહેતા સુરેશભાઇ મોહનભાઇ લીંબાસીયા ઉવ.૫૩ને મોઢાના ભાગમાં બહુ લાંબા સમયથી ચાંદા પડ્યા હતા જેની સારવાર કરતા પણ મોઢાના ચાંદા મટતા ન હોય જેથી કંટાળી સુરેશભાઈ લીંબાસીયાએ વાંકાનેર તાલુકાના કોટડાનાયાણી ગામની સીમમાં આવેલ પોતાની વાડીયે ખેતરમાં ઉપયોગી ઝેરી દવા ગટગટાવી ગળેફાંસો ખાઈ તેમનું મૃત્યુ નીપજ્યું હતું. ત્યારે સમગ્ર બનાવ મામલે વાંકાનેર તાલુકા પોલીસે અ.મોતની નોંધ કરી આગળની તપાસની તજવીજ હાથ ધરી છે.
[wptube id="1252022"]