
વિજાપુર પીલિયા ના કેસો દિનપ્રતિદિન વધારો આરોગ્ય ની ટીમ સક્રીય બની

વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર શહેરી વિસ્તારોમાં સોનીવાડો બંગલા વિસ્તાર પટેલવાડો,શેખવાડો માં એકાએક 25 જેટલા પીલિયા ના કેસો બહાર આવતા રેફરલ હોસ્પિટલ ખાતે નાના બાળકો અને દશથી પંદર વર્ષના બાળકો માં પીલિયા ની અસર જણાઈ આવતા દર્દીઓ ને દાખલ કરવામાં આવ્યા હતા. જોકે પીવાના પાણીમાં ક્લોરીન નું પ્રમાણ ઓછું હોવાના કારણે લોકો માં પીલિયા અસર જોવા મળી રહી છે તેવુ કારણ સામે આવ્યું હતુ જેને રેફરલ હોસ્પિટલ ની આરોગ્ય ની સતર્ક બની ઘેરઘેર પોહચી હતી. અને પાણી તપાસ કરવામાં આવી હતી આ બાબતે પાલિકા ના વૉટર વર્કસના કર્મચારી પાર્થ પટેલ ને સંપર્ક કરી જણાવતા તેઓએ ચેકીંગ કરાવી હતી અને પીવાના પાણી ક્લોરીન પ્રમાણ જોઈએ તે પ્રમાણે વધારી હતી.જ્યારે આરોગ્ય વિભાગ દ્વારા પીલિયા ના વધી રહેલા કેસોના મામલે લત્તેલત્તે તપાસ હાથ ધરી છે





