કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમભાઈ રૂપાલાના ઉચ્ચારણોનો વિવાદ…
જામનગરમાં રાજપુત સમાજનો રણટંકાર: રૂપાલાની ટિકીટ ભાજપ રદ કરે, એનાથી ઓછું કશું જોઈતું નથી...

.વાત્સલ્યમ્ સમાચાર રિપોર્ટર પ્રદિપસિંહ જી રાઠૌર જામનગર
લોકસભા ચૂંટણી સમયે જામનગરમાં રાજપૂત સમાજના આગેવાનો મહિલા અગ્રણીઓએ વ્યકત કર્યો આક્રોશઃ આ મુદ્દો માત્ર રાજકોટ- સૌરાષ્ટ્ર કે ગુજરાત પૂરતો સિમીત નથી દેશભરના ક્ષત્રિય રાજપુત સમાજને સ્પર્શતી વાત છે…

જામનગર તા. ૨૮ : જામનગરના ક્રિકેટ બંગલા મેદાન સામે આવેલી રાજપૂત સમાજની જગ્યામાં આજે સવારે પત્રકારો સમક્ષ રાજપૂત સમાજના જુદી જુદી સંસ્થાના આગેવાનો- મહિલા અગ્રણીઓએ રાજકોટ ની ૧૨ લોકસભા
બેઠક પર ભાજપના ઉમેદવાર પુરૂષોત્તમભાઈ રૂપાલાના ક્ષત્રિય સમાજ અંગે “રોટી-બેટી” ના ઉચ્ચારણો મામલે રોષ દર્શાવી રણટંકાર જાહેર કર્યો છે.

જામનગર શહેરના પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મિડિયા સમક્ષ કરણી
સેનાના હાલારના પ્રભારી કાંતુભા સુરુભા જાડેજા (ધ્રાફા), દિલીપસિંહ જેઠવા,વિરેન્દ્રસિંહ ઉર્ફે (દિગુભા)જાડેજા,મુળરાજસિંહ ઝાલા, જયદિપસિંહ રાણા,વિક્રમસિંહ ઝાલા, હિતુભા જાડેજા, રાજભા સોઢા, શક્તિ સિંહ જેઠવા, અનિરુદ્ધ સિંહ ઝાલા, વિજયસિંહ જાડેજા,અસ્મિતાબા પરમાર,મિનાબા સોઢા, ભારતીબા વગેરે જુદી જુદી સંસ્થાના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે ગત તા. ૨૩ ના રોજ રાજકોટ લોકસભા બેઠક પરના ભાજપના ઉમેદવાર કેન્દ્રીય મંત્રી પરષોત્તમભાઈ રૂપાલાએ રાજા મહારાજાઓ એટલે કે ક્ષત્રિયો રાજપુતો એ અંગ્રેજો સાથે રોટી- બેટી ના વ્યવહારો મામલે કરેલા ઉચ્ચારણો અંગે ઉગ્ર રોષ પ્રદર્શિત કર્યો હતો.

રાજપુત સમાજ ના આગેવાનોએ કહ્યું હતું કે
ભારતીય જનતા પાર્ટી રાજકોટ બેઠક પર પરસોતમ રૂપાલાની ટિકીટ રદ કરે તેનાથી ઓછું કંઈ જ જોઈતું નથી. આ મામલો માત્ર રાજકોટ જામનગર કે ગુજરાત પૂરતો નથી સમગ્ર દેશના ક્ષત્રિયો- રાજપૂતોને સ્પર્શતી બાબત છે. જેથી આ મામલે સમાજના કોઈ
પણ આગેવાનો સમાધાનની વાત કરશે તો તે સ્વિકાર્ય રહેશે નહીં.ગુજરાતના દરેક ગામમાં રાજપુતો ના ઘરે ઘરે જઈને ડેલીએ ડેલીએ પરસોતમ રૂપાલા ને મત નહીં આપવા સમજાવશે યુવાઓ અને રાજપુતાણીઓ આ વેળાએ ઉપસ્થિત શહેર ભાજપ યુવા મોરચાના ઉપપ્રમુખ જયદીપસિંહ ઝાલાએ પણ પોતે આ મામલે સમાજ સાથે હોવાની જાહેરાત કરી હતી.










