NAVSARINAVSARI CITY / TALUKO

નવસારી જિલ્લામાં ચૂંટણી ફરજ પરના અધિકારીઓ તથા કર્મચારીઓ માટે તાલીમ શિબિર યોજાઈ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
નવસારી જિલ્લાના કલેકટર અને ચૂંટણી અધિકારીશ્રી ક્ષિપ્રા આગ્રેએ તાલીમ શિબિરની મુલાકાત લઈ ચૂંટણી ફરજ પરના અધિકારીઓ  તથા કર્મચારીઓને પ્રોત્સાહિત કર્યા
નવસારી લોકસભા સીટમાં સમાવિષ્ટ ૧૭૪ જલાલપોર અને ૧૭૫ નવસારી વિધાનસભા મતવિસ્તારમાં ચૂંટણી ફરજ પરના અધિકારીઓ  તથા કર્મચારીઓએ  નિષ્ણાંતો પાસેથી તાલીમ લીધી

કંન્ટ્રોલ યુનિટ બેલેટ યુનિટની પ્રેક્ટિકલ માહિતી સાથે મતદાન મથકમાં રાખવાની તકેદારી અંગે પણ સંપૂર્ણ જાણકારી અપાઈ

નવસારી જિલ્લાના વિધાનસભા મતવિસ્તારમાં આગામી તારીખ ૭ મે ૨૦૨૪  ના રોજ યોજનારી લોકસભા સામાન્ય ચૂંટણી માટે જિલ્લા ચૂંટણી તંત્ર સજ્જ બન્યું છે. નવસારી લોકસભા સીટમાં સમાવિષ્ટ ૧૭૪ જલાલપોર અને ૧૭૫ નવસારી વિધાનસભા મતવિસ્તારમાં બૂથ પર ફરજ બજાવનારા અધિકારી તથા કર્મચારી માટે વિશેષ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં  પ્રિસાઈડિંગ ઓફિસરો, આસીસ્ટન્ટ પ્રિસાઈડિંગ ઓફિસરો તથા ચુંટણી ફરજ પરના કર્મચારીઓને બેલેટ યુનિટ, કંટ્રોલ યુનિટના ઓપરેટિંગ સિસ્ટમની તેમજ મતદાન મથકમાં રાખવામાં આવતી તમામ તકેદારી અંગે વિશેષ તાલીમ આપવામાં આવી હતી.

૧૭૪ જલાલપોર વિધાનસભા મત વિસ્તારના ચૂંટણી ફરજ પરના અધિકારી તથા કર્મચારી માટેની તાલીમ કૃષિ યુનીવર્સીટી ખાતે તથા ૧૭૫ નવસારી વિધાનસભાની તાલીમ મતિયાપાટીદાર સમાજ વાડી ખાતે રાખવામાં આવેલ હતી જ્યાં નવસારી કલેકટર અને ચૂંટણી અધિકારીશ્રી ક્ષિપ્રા આગ્રેએ તાલીમ શિબિરની મુલાકાત લઈ ચૂંટણી ફરજ પરના અધિકારીઓ  તથા કર્મચારીઓને પ્રોત્સાહિત કર્યા હતા સાથે પ્રિસાઇડિંગ ઓફિસરોએ મતદાન મથકમાં રાખવાની તકેદારી અંગે વિશેષ સૂચના અપાઇ હતી.

ઉપરોક્ત તાલીમ શિબિરમાં ચૂંટણી સંબંધિત તમામ પ્રકારની જાણકારી આપવામાં આવી હતી. આ સાથે સાથે કંટ્રોલ યુનિટ અને બેલેટ યુનિટ માટે તેની ઓપરેટિંગ સિસ્ટમ અંગેની પણ પ્રેક્ટિકલ માહિતી ઉપસ્થિત તમામ  ચૂંટણી ફરજ પરના અધિકારીઓ  તથા કર્મચારીઓને અપાઇ હતી.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button