MORBI:મોરબીના લાલપર ગામે SMC દરોડા મામલે બે PI સસ્પેન્ડ કરવામાં આવ્યા..

મોરબીના લાલપર ગામે SMC દરોડા મામલે બે PI સસ્પેન્ડ કરવામાં આવ્યા..અમદાવાદના લિસ્ટ બુટલેગર જીમીત પટેલ નો દારૂ પકડાયા બાદ બે પીઆઇ સસ્પેન્ડ રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયએ બે પીઆઇને કર્યા સસ્પેન્ડ
મોરબીના લાલપર ગામ પાસે આવેલ એક ગોડાઉન ની અંદર થી 3210 પેટી દારૂ સાથે કરોડોનો મુદ્દામાલ રાજ્યની સ્ટેટ મોનેટરીંગ સેલ દ્વારા દરોડા પાડી અને જપ્ત કરવામાં આવ્યો હતો જોકે આ દરોડા ની અંદર અત્યાર સુધીમાં સૌથી મોટો જથ્થો ઝડપાયો હોવાની માહિતી સામે આવી હતી ત્યારે આ દરોડાની કામગીરીથી સમગ્ર રાજ્યની અંદર ખડભરાટ મચી ગયો હતો.
પ્રાપ્ત વિગત મુજબ મોરબીના લાલપર નજીક ગોડાઉનમાંથી દોઢ કરોડથી વધુ કિંમતનો દારૂ અને બિયરનો જથ્થો એસએમસી ટીમે ઝડપી લેવા પ્રકરણમાં રાજ્યના પોલીસવડાએ મોરબી એલસીબી પીઆઇ ડી.એમ.ઢોલ અને તાલુકા પોલીસ મથકના પીઆઇ કે.એ.વાળાને સસ્પેન્ડ કરતો હુકમ કરતા મોરબી સહિત રાજ્યના પોલીસબેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે