MORBI:હોળી ધુળેટીનું તહેવાર એટલે રંગનો તહેવાર લોકોએ મન ભરીને માણ્યો!

MORBI:હોળી ધુળેટીનું તહેવાર એટલે રંગનો તહેવાર લોકોએ મન ભરીને માણ્યો!

(શ્રીકાંત પટેલ દ્વારા મોરબી)
હોળી અને ધુળેટી એ રંગોનો તહેવાર છે. હોળી નું પ્રગટાવવું અને તેમને પ્રદક્ષિણા ફરવું તે લોકો સાથે ધાર્મિક રીતે જોડાયેલ છે. શહેરના અનેક વિસ્તારોમાં હોળી પ્રગટાવવામાં આવી છે જેમાં સોઓરડી વિસ્તારમાં હરીભાઇ રાતડીયા દ્વારા હોળી ધુળેટી તહેવારનું આયોજન કર્યું હતું જેમાં સો ઓરડી વિસ્તાર તેમજ આજુબાજુના વિસ્તારના લોકો હોળીના દર્શને આવ્યા હતાં જ્યારે નાની કેનાલ રોડના ઓમ પાર્કમાં હોળીની રાત્રે હોળી પ્રગટાવીને લોકોએ તેમને ધર્મ ભાવનાથી તેમની પ્રદક્ષિણા પરી ધન્યતા અનુભવી હતી જેમાં ઘઉં ની ઘુઘરી નું મહત્વ હોય છે અને તેની પ્રસાદી વહેંચવામાં આવી હતી. જ્યારે બીજા દિવસે નાના બાળકોએ રંગો ઉડાડી પિચકારીઓ સાથે કલર ઉડાડીને ધુળેટી ની મોજ માણી હતી. હોળી ધુળેટીના તહેવારોનો અને ચૂંટણી માહોલ માં કોઈ અનીચ્છનીય બનાવ ન બને તે માટે મોરબી શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસનું ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. એમાં બોર્ડર વિંગ અને બીએસએફ જેવી ટુકડીઓના જવાનો હતા. સ્થાનિકે એ.પી. જાડેજા સહિતના પોલિસ કર્મચારીઓ જોડાયા હતા. એકંદરે ખુશી આનંદ અને શાંતિભર્યા મહોલમાં હોળી ધૂળેટીના તહેવારો પૂરા થયા છે.








