GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI મોરબી ઉછીના આપેલ રૂપિયાની માંગણી કરતા બે શખ્સોએ યુવક ઉપર હુમલો કર્યો

MORBI મોરબી ઉછીના આપેલ રૂપિયાની માંગણી કરતા બે શખ્સોએ યુવક ઉપર હુમલો કર્યો

મળતી માહિતી અનુસાર મોરબીના રવાપર-ધુનડા રોડ ઉપર આવેલ ફ્લોરા ૧૫૮ માં રહેતા ચિરાગભાઈ શિવલાલભાઈ કાસુંદ્રાએ રવાપર ગામમાં રહેતા સુરેશભાઈ નાનુભાઈ મિયાત્રાને રૂ.૫૦,૦૦૦/- હાથ ઉછીના આપ્યા હતા જે ઉછીના આપેલ રૂપિયાની માંગણી કરતા સુરેશભાઈ નાનુભાઈ મિયાત્રા અને તેનો ભાઈ પાર્થ ઉર્ફે લાલો નાનુભાઈ મિયાત્રાએ ઉશ્કેરાઈ જઈ ચિરાગભાઈને માથાના પાછળના ભાગે પ્લાસ્ટીકનું કેરેટ ઉઠાવી એક ઘા મારી ઈજા કરી તેમજ ગાળો આપી ઢીંકાપાટુનો મુંઢ માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી જતા રહ્યા હતા ત્યારે ચિરાગભાઈએ મોરબી એ ડિવિઝન પોલીસ મથકમાં બંને આરોપીઓ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.
[wptube id="1252022"]








