GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA

TANKARA:ટંકારામાં આર્ય સમાજની યુવા પાંખ આર્યવીર દળ દ્વારા 23 માર્ચ શહિદ દિન નિમિતે મશાલ રેલીનું આયોજન 

ટંકારામાં આર્ય સમાજની યુવા પાંખ આર્યવીર દળ દ્વારા 23 માર્ચ શહિદ દિન નિમિતે ક્રાંતિકારી શહીદ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને શ્રદ્ધાંજલિ આપવા માટે મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ રેલીમાં જોડાવા માટે ટંકારાવાસીઓને જાહેર આમત્રંણ આપવામાં આવ્યું છે.

ટંકારાના આર્યવીર દળ દ્વારા આગામી તા.23 માર્ચના રોજ રાત્રે 8 કલાકે વિદેશી વિધર્મી અંગ્રેજ શાસકોને ભારતમાંથી હાંકી કાઢવા પોતાના પ્રાણોની આહુતિ આપનાર અમર શહીદ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુના શહીદદિને તેઓને શ્રદ્ધાંજલિ આપવા અને દેશમાં થતા અન્યાય સામે બંડ પોકારી આજનો યુવાન દેશદાઝથી તેના પ્રાણ પણ માતૃભૂમિ માટે ન્યોછાવર કરી શકે તેવી ભાવના પ્રજ્વલિત કરવાના ઉમદા હેતુ સાથે મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યુ છે.
મશાલ રેલીનું પ્રસ્થાન ટંકારા સોસાયટી વિસ્તારમાં આવેલ પટેલ નગર બસ સ્ટેન્ડ પાછળથી કરાવશે.
મશાલ રેલી શહેરના મુખ્ય રાજમાર્ગ પર નિકળી ત્રણ હાટડી આર્ય સમાજ ખાતે પુર્ણ થશે.આ તકે બહોળી સંખ્યામાં નગરજનો હાજર રહી શહીદોને શ્રદ્ધાંજલિ આપવા ટંકારાની જનતાને આર્ય સમાજના દેવકુમાર પડસુંબિયાએ અપીલ કરી છે.આર્યવીર દળના ચેતન સાપરીયા પંડિત સુહાસ,રજનીકાંત મોરસાણીયા,યોગેશ કારાવડિયા,હસમુખજી દુબરીયા, ભાવિન ગઢવી, કોરીંગા બ્રધર્સ ધિરૂભાઈ ભિમાણી સમાજની આર્ય વિરાંગના સહિતના કાર્યકરોએ જહેમત ઉઠાવી રહા છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button