GUJARATMORBIMORBI CITY / TALUKO

Halvad:હળવદમાં વિધિના બહાને વૃદ્ધ સાથે ઠગાઈ કરનાર બે ઝડપાયાં 

Halvad:હળવદમાં વિધિના બહાને વૃદ્ધ સાથે ઠગાઈ કરનાર બે ઝડપાયાં

હળવદમાં સરા રોડ ઉપર આવેલ આલાપ સોસાયટીમાં રહેતા વૃદ્ધને અંધશ્રદ્ધાનો શિકાર બનાવી અજાણ્યા બે ઠગ દ્વારા પોતે ભુવા છે તેવું જણાવી વૃદ્ધ પાસેથી ઘરમાં નડતરની વિધિના બહાને રૂ.૩૯,૨૦૦/-લઇ લીધાના બનાવના બંને આરોપીઓને મોરબી એલસીબી પોલીસ દ્વારા ઝડપી લઇ રોકડ તથા બાઈક સહિતના મુદામાલ કબ્જે કરી બંને આરોપીઓ વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

વિશાલ જયસ્વાલ હળવદ

પ્રાપ્ત માહિતી મુજબ મોરબી એલસીબી દ્વારા પૂર્વ બાતમીને આધારે મોરબીના ત્રાજપર ચોકડી નજીકથી ઠગ-બેલડીને ઝડપી લેવામાં આવી હતી. આ ઠગ-બેલડીએ આજથી બે દીવસ પહેલા હળવદના સરારોડ ઉપર આવેલ આલાપ સોસાયટીમાં રહેતા ૬૪ વર્ષીય ઈશ્વરભાઈ મહાદેવભાઈ જસાપરાને અજાણ્યા બે ગઠિયાએ પોતે ભુવા હોવાનુ જણાવી ચા પીવાનુ કહ્યું હતું ત્યારે વૃદ્ધને વિશ્વાસમા લઇ તમારા ધરમા નડતર છે જેના લીધે તમે દુખી છો તેવુ જણાવી વૃદ્ધને વીધી કરવાથી નડતર દુર થશે અને અમે તમને આ વીધી કરી આપીશું એમ કહી વિશ્વાસમા લઇ વીધી કરી આપવાના બહાને તેમના ધરે જઇ વીધીના બહાને છેતરપીંડી કરી તેમની પાસે રહેલ રોકડા રૂ.૩૯,૨૦૦/- લઇને પોતાનુ મો.સા. સ્પ્લેન્ડર જેના રજી.નં GJ-03-NA-9498 વાળુ લઇને ત્યાથી ભાગી ગયેલ હતા. ત્યારે સમગ્ર બનાવ મામલે વૃદ્ધ દ્વારા હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવેલ હતી, જે ઠગાઈના ગુનાના બંને આરોપી દીપકનાથ નારાયણનાથ ધાંધુ ઉવ.૩૨ રહે.શીવનગર સોસાયટી,વીંછીયા રોડ જસદણ તથા રોહીતનાથ ભગવાનનાથ ધાંધુ ઉવ.૨૮ રહે.શીવનગર સોસાયટી,વીંછીયા રોડ,જસદણને મોરબી એલસીબી પોલીસ દ્વારા રોકડા રૂ.૩૯,૨૦૦/- તથા ગુનામા વપરાયેલ સ્પ્લેન્ડર મોટરસાયકલ કિ.રૂ. ૫૦,૦૦૦/- સાથે કુલ મુદામાલ કિ.રૂ. ૮૯,૨૦૦/- સાથે મળી આવતા તેની અટકાયત કરી આગળની કાર્યવાહી સબબ હળવદ પોલીસ મથકમાં સોંપવામાં આવેલ છે.

 

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button