BHARUCHNETRANG

નેત્રંગ ખાતે મકાનના બાથરૂમમાં સંતાડેલ વિદેશી દારૂના જથ્થા સાથે મહિલા બુટલેગરને ઝડપી પાડતી નેત્રંગ પોલીસ.

બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ

તા.૨૦/૦૪/૨૦૨૪

 

ભરૂચ જિલ્લામાં નશાનો વેપલો ધમધમાવતા તત્વો સામે ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મુયર ચાવડા તેમજ પોલીસ વિભાગ સતત એક્શન લઈ રહ્યું છે. જિલ્લામાં અનેક ઠેકાણે પોલીસ વિભાગ દ્વારા નશાનો વેપલો કરતા તત્વો ને ઝડપી પાડી તેઓને કાયદાના પાઠ ભણાવી રહ્યા છે, તેવામાં નેત્રંગ પોલીસ સબ ઇન્સ્પેક્ટર રાજેન્દ્રસિંહ ગોહિલ તેમજ તેઓની ટીમને વધુ એક સફળતા હાસિલ થઈ હતી.

 

નેત્રંગ પોલીસ આગમી હોળી ધુળેટી તેહવારને લઈને પેટ્રોલિંગ માં હતા દરમ્યાન મળેલ બાતમીના આધારે દામલા કંપની પાસે રહેતી ગીતા સતિષ વસાવા પોતાના ઘરની આજુ બાજુમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો સંતાડેલ છે. જે બાતમીના આધારે પોલીસ સબ ઇન્સ્પેકટર રાજેન્દ્રસિંહ ગોહિલ, અ.હે.કો.પરમાનંદભાઈ, જયસિંગભાઈ, સુભાષભાઈ, તેમજ વુ.હે.કો. સંગીતાબેન, વુ.પો.કો.સોનલબેન, પ્રારૂલબેન, પો.કો. ઉદેસિંહ, વિરભદ્રસિંહ, ગજેન્દ્રસિંહ, યોગેશભાઈ અને વિક્રમસિંહ દ્વારા બાતમીવાળી જગ્યાએ રેડ કરતા મહિલા બુટલેગરના મકાનમાં થી પોલીસના દરોડા દરમ્યાન મકાનમાં રહેલ બાથરૂમ માંથી ભારતીય બનાવટ ની વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો તેમજ મકાન ના વાડા માં પાર્ક કરેલ એક્ટિવા મોપેડ ની ડિક્કી માંથી પણ વિદેશી દારૂની બોટલો મળી આવી હતી.

 

નેત્રંગ પોલીસે આ મામલે ભારતીય બનાવટ ના વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડ ની નાની મોટી નંગ – ૨૧૯ તથા બિયર ટીન નંગ – ૭૨ મળી કુલ – ૨૯૧ જેની કુલ કિંમત રૂ. ૭૨,૬૭૮/- સહિત એક્ટિવા મોપેડ કિં.રૂ. ૫૦,૦૦૦/- મળી કુલ રૂપિયા ૧,૨૨,૬૭૮/- નો મુદ્દામાલ નો કબ્જો મેળવી આ મામલે મહિલા બુટલેગર ગીતા વસાવા ની ધરપકડ કરી તેની સામે કાયદેસર ની કાર્યવાહી હાથધરી હતી.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button