MORBI:મોરબીમાં મારામારી અને એટ્રોસિટી કેસમાં આરોપીઓનો કોર્ટમાથી નિદોર્ષ છુટકારો

મોરબીમાં મારામારી અને એટ્રોસિટી કેસમાં આરોપીઓનો કોર્ટમાથી નિદોર્ષ છુટકારો
મોરબી સેશન્સ કોર્ટમાં મારામારી અને એટ્રોસિટી કેસમાં આરોપીઓ ભગવાનજી ઉર્ફે ભગો, દેવાભાઈ ઉર્ફે દેવો રાજુભાઈ મુન્જારીયા, મોહિન ઈસ્માઈલ ચાલીયાનો નિર્દોષ છુટકારો થવા પામ્યો છે
મોરબી એ ડીવીઝન પોલીસ મથકમાં મારામારી અને એટ્રોસિટી એક્ટ મુજબ ફરિયાદ નોંધાઈ હતી જેમાં ફરિયાદીના પરિવાર વચ્ચે બાઈક અકસ્માત બાબતે ઝઘડો થયો હતો જેનો ખાર રાખીને આરોપીઓએ ફરિયાદી જે દુકાનમાં કામ કરે છે ત્યાં જઈને દુકાન નીચે બોલાવી ગાળો આપી માથામાં અને હાથમાં હથિયાર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જે બનાવ મામલે એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી આરોપીઓને ઝડપી લીધા હતા
જે કેસ મોરબીના બીજા એડી. ડીસ્ટ્રીકટ જજ વી એ બુદ્ધ સાહેબની ક્રોતમાં ચાલી જતા સીનીયર એડવોકેટ દિલીપ અગેચણીયા આરોપી તરફે રોકાયેલ હતા જેને બચાવ પક્ષે ધારદાર દલીલો રજુ કરી હતી અને આરોપીઓ સામે શંકા રહિત કેસ સાબિત કરવામાં સરકાર પક્ષ નિષ્ફળ ગયો છે જેથી આરોપીઓને નિર્દોષ માનવા જોઈએ તેવી દલીલો રજુ કરી હતી
બંને પક્ષકારોની દલીલોને ધ્યાને લઈને બચાવ પક્ષના એડવોકેટની દલીલોને માન્ય રાખી કોર્ટે આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મુકવા હુકમ કર્યો છે જે કેસમાં આરોપી તરફે સીનીયર એડવોકેટ દિલીપ અગેચણીયા, જીતેન અગેચણીયા, જે ડી સોલંકી, હિતેશ પરમાર, રવિ ચાવડા, કુલદીપ ઝીન્ઝુંવાડિયા અને ક્રિષ્ના જારીયા રોકાયેલ હતા








