TANKARA:ટંકારા ગામે મંજુર થયેલ સો .ચો વાર પ્લોટ ફાળવવા ટીડીઓને આવેદનપત્ર

TANKARA:ટંકારા ગામે મંજુર થયેલ સો .ચો વાર પ્લોટ ફાળવવા ટીડીઓને આવેદનપત્ર

તારીખ ૨૯/૩/૨૪ ના રોજ ટંકારા ગામ ના ગરીબ, પીડિત, શોષિત અને વંચિત સમાજના અંદાજીત પાંત્રીસ જેટલા લાભાર્થીઓ ને સો. ચો. વાર મફત ઘરથાળ ના પ્લોટ મંજુર થયેલા હોય જેને આજ દિન સુધી પ્લોટની ફાળવણી કરવામાં આવતી નથી. પછાતવર્ગના લાભાર્થીઓ ને નીચે ધરતી અને ઉપર આકાશ જેવો ઘાટ છે. વર્ષ – ૨૦૧૨ અને ૨૦૧૭ માં પણ ટંકારાના ગરીબ લાભાર્થીઓને પ્લોટ ની”સનતો”આપવામા આવી હતી જે આજે પણ લઈને રખડે છે.જેને હજી સુધી પ્લોટ આપવામાં આવ્યા નથી. જયારે ૨૦૨૪ માં પણ ઝાંઝવાના જળ સમાન લોલીપોપ આપવામા ટંકારા તાલુકા/જીલ્લાનું સરકારી તંત્ર જરાય કચાસ રાખતું નથી. ટંકારાના મોટા બધા “પોત ખરાબા” માં ગામતળ નીમ કરવા ની પ્રક્રિયા પૂરજોશમાં હતી, બે ત્રણ વાર પંચરોજ કામ પણ થઈ ગયું છે. તો હવે કયા અટકે છે? શા માટે ગામતળ નીમ કરવામા આવતું નથી? શુ આ ટંકારા ગામના ગરીબ, પીડિત,શોષિત અને વંચિત સમાજ ના લોકો ભારત ના નાગરીક નથી? ક્યારે ન્યાય મળશે?
હાલમાં ટંકારા ગ્રામ પંચાયત ને નગરપાલીકા તરીકે જાહેર કરવામાં આવી છે ત્યારે ટંકારા ના સામાજીક કાર્યકર હેમંતભાઈ ચાવડા એ તાલુકા વિકાસ અધિકારીશ્રી ટંકારા ને અંદાજીત પાંત્રીસ જેટલાં પછાતવર્ગના લાભાર્થીઓ ને તાકિદે ગામતળ નિમ કરી સત્વરે સો.ચો.વાર ના પ્લોટ ફાળવવા લેખીતમાં રજુઆત કરી છે. જો દિવસ પંદરમા ટંકારા તાલુકા/જીલ્લા કક્ષાએથી પ્લોટ આપવામાં નહિ આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે બંધારણીય જોગવાઈ મુજબ આંદોલન કરવામા આવશે જેની લેખિતમાં ચીમકી આપવામાં આવી છે.

આ તકે સામાજીક કાર્યકર હેમંતભાઈ ચાવડા, તાલુકા પંચાયત ઉપપ્રમુખ પ્રતિનિધિ ભાવિનભાઈ, હમીરભાઈ ટોળીયા તેમજ ટંકારાના તમામ લાભાર્થીઓ હાજર રહ્યાં હતાં.








