
ભારતીય ઓલિમ્પિક એસોસિએશન (IOA) એ કુસ્તી માટેની એડ-હોક કમિટીને ભંગ કરી દીધી છે.
27 ડિસેમ્બર, 2023એ કુસ્તી માટેની એડહોક સમિતિની નિમણૂક કરવામાં આવી હતી, જે એડહોક સમિતિ તાત્કાલિક અસરથી વિસર્જન કરવામાં આવ્યું છે. યુનાઈટેડ વર્લ્ડ રેસલિંગ (UWW) દ્વારા રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI) પરનો પ્રતિબંધ હટાવવાને લઇ એડહોક કમિટીને ભંગ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
વધુમાં, WFI ને એથ્લેટ્સ કમિશનની ચૂંટણીઓ સ્થાપિત પ્રક્રિયાઓ અને માર્ગદર્શિકા અનુસાર સમયમર્યાદામાં હાથ ધરવા માટે પણ નિર્દેશ આપવામાં આવ્યો છે.
WFIને ભારતીય ઓલિમ્પિક એસોસિએશન (IOA) દ્વારા WFI ની કામગીરીના સંચાલન માટે એડહોક સમિતિને આપવામાં આવેલી લોનની ચુકવણી કરવાનો પણ નિર્દેશ આપવામાં આવ્યો છે.
[wptube id="1252022"]