હોળી ધુળેટીના તહેવારોમાં માદરેવતન પરત ફરતા તાલુકવાસીઓ માટે અંકલેશ્વર થી બસોની વ્યવસ્થા કરાશે ખરી
તાહિર મેમણ : ડેડીયાપાડા – 18/03/2024-આવનાર હોળી ધુળેટીના તહેવારો દરમ્યાન સાગબારા તાલુકામાંથી રોજગાર અર્થે અંકલેશ્વર, સુરત,બારડોલી,વડોદરા,સહિત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ગયેલા લોકો ડેડીયાપાડા અને સાગબારા પરત ફરશે ત્યારે આવા લોકોની મજબૂરીનો મોટો ફાયદો ખાનગી વાહનો વાળાઓ ઉઠાવી ઊંચું ભાડું તો વસુલે છે જ પરંતુ જીવન ઝોખમે મુસાફરી પણ કરાવતા હોય છે.ત્યારે રાજ્યના અન્ય વિસ્તારોમાં સરકાર દ્વારા જેવી રીતે એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવે છે તેવી એક્સ્ટ્રા બસો જો અંકલેશ્વર થી ડેડીયાપાડા સાગબારા સેલંબ સુધી દોડાવવામાં આવે તેવી હાલ માંગ ઉઠી છે.
ગુજરાત નું એસટી નિગમ દરરોજ આઠ હજાર થી વધુ બસોના કાફલા સાથે 33 લાખ કિમીના સંચાલનમાં 25 લાખ જેટલા મુસાફરોને પોતાના ગંતવ્ય સ્થાને પહોંચાડે છે.ત્યારે વારે તહેવાર એસટી નિગમ ખાતું એક્સ્ટ્રા બસો દોડાવીને પરિવહનની સુવિધાઓ ઉપલબ્ધ કરાવે છે. ત્યારે હાલમાં આવી રહેલા હોળી ધુળેટીના તહેવારો દરમ્યાન રાજ્યના પંચમહાલ, ગોધરા,દાહોદ,ઝાલોદ, સંતરામપુર,છોટા ઉદેપુર સહિતના અનેક જિલ્લાઓમાથી મજૂર વર્ગ નાગરિકો રાજ્યના જુદાજુદા જિલ્લાઓમાં નોકરી,વ્યવસાય અને મજૂરીઅર્થે ગયેલા હોય છે તે પરત ફરતા હોય છે તેમ નર્મદા જિલ્લામાં આવેલા સાગબારા તાલુકાના લોકોનો પણ સમાવેશ થાય છે.
ત્યારે નિગમ દ્વારા આવા જિલ્લાઓમાં એક્સ્ટ્રા બસો દોડાવવાની તૈયારી કરી રહ્યું છે. ત્યારે અંકલેશ્વર સુરત બારડોલી નવસારી અને માંડવી જેવા અનેક સ્થળો પર થી સાગબારા સેલંબા ખાતે પણ આવા મજૂરીયાત વર્ગ માટે એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવે તેવી માંગ ઉઠી છે.