WANKANER:વાંકાનેરના અરણીટીંબા ગામે ચામડાતોડ વ્યાજની પઠાણી ઉઘરાણી કરતાં ફરિયાદ નોઘાઇ

WANKANER:વાંકાનેરના અરણીટીંબા ગામે ચામડાતોડ વ્યાજની પઠાણી ઉઘરાણી કરતાં ફરિયાદ નોઘાઇ

વાંકાનેર તાલુકાના અરણીટીંબા ગામે રહેતા મેહુલભાઇ રાયસીંગભાઇ પરમાર ઉવ.૨૯ એ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં આરોપી ધર્મેન્દ્રસિંહ વખતસિંહ ઝાલા તથા જયદીપસિંહ ધર્મેન્દ્રસિંહ ઝાલા રહે. બંને અરણીટીંબા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જાહેર કર્યું કે ફરિયાદી મેહુલભાઈએ આરોપી ધર્મેન્દ્રસિંહ પાસેથી વર્ષ ૨૦૧૬મા ૪૦,૦૦૦/- તથા વર્ષ ૨૦૨૧ મા રૂ.૬૦,૦૦૦/- એમ મળી કુલ રૂ.૧,૦૦,૦૦૦/- વ્યાજે લીધેલ હોય જે વ્યાજનો હીસાબ કરી રૂ.૨૯,૪૯,૦૦૦/- વ્યાજ ગણી જે વ્યાજના રૂપીયા મેહુલભાઈએ પોતાની જમીન આરોપીના સબંધીને રૂપીયા ૭૯,૦૦,૦૦૦/- મા વેચેલ હોય જે જમીનના રૂપીયામાંથી માત્ર રૂ.૩૪,૦૦,૦૦૦/- લાખ મેહુલભાઈ તથા અન્ય સાહેદોને આપી બાકીના રૂપીયા વ્યાજના રૂ.૨૯,૪૯,૦૦૦/- કાપી લઇ તેમજ બાકીના ૧૫,૫૧,૦૦૦/-જમીનના ધીરાણ તથા દસ્તાવેજના ખર્ચાના ગણી વ્યાજની પઠાણી વસુલાત કરી હતી. ત્યારે આરોપી જયદીપસિંહ ઝાલાએ સાહેદ મગનભાઇને ધર્મેન્દ્રસિંહ દ્વારા વ્યાજ વસુલાતની વાતો ન કરવા બાબતે બોલાચાલી કરી સાહેદ મગનભાઇને ભુંડી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી બન્ને આરોપીઓએ ગુન્હો કરવામા એકબીજાની મદદગારી કર્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ આઇપીસી કલમ ૩૮૪, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ તથા વાકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા હાલ પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ નાણા ધીરધાર અધિનિયમ તેમજ આઈપીસીની અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.








