ડેડીયાપાડા ખાતે એઆઈએ, જેસીઆઈ અને જયાબેન મોદી હોસ્પિટલ દ્વારા મેડિકલ કેમ્પ યોજાશે.
તાહિર મેમણ 17/03/2024- નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પમાં શરીરના દરેક રોગના નિષ્ણાંત તબીબોની ટીમ ખડેપગે રહેશે.ડેડિયાપાડા તાલુકાના ડુંગરાળ વિસ્તારના ગરીબ ટ્રાયબલ દર્દીઓને મળશે તબીબી સેવા અને દવા.
તમે નીરોગી અમે સહયોગીનું સૂત્ર સાર્થક કરવા આ નિઃશુલ્ક કેમ્પ યોજવામાં આવ્યો છે
અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશન, જેસીઆઇ અંકલેશ્વર અને જયાબેન મોદી હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે નિશુલ્ક મેગા મેડિકલ કેમ્પ ડેડીયાપાડા જાનકી આશ્રમ ખાતે આવતીકાલે તારીખ 17/03/2024 ના રવિવારના રોજ સવારે 08:00 થી 02:00 સુધી યોજાશે.આ મેડિકલ કેમ્પમાં દરેક દર્દીની તપાસ અને દવા સહિત ઘણાખરા રોગની સારવાર પણ મફત કરવામાં આવનાર છે જેનો લાભ લેવા આ ત્રણેય સંસ્થાએ અનુરોધ કર્યો છે.
આ મેગા નિ:શુલ્ક મેડિકલ કેમ્પમાં ઓપ્થેલ્મોલોજિસ્ટ, ગાયનેકોલોજીસ્ટ, ઓર્થોપેડિક, જનરલ ફિજિશ્યન, પીડિયાટ્રીશ્યન, પ્લાસ્ટિક સર્જન, ન્યુરોસર્જન, જનરલ સર્જન, ડેન્ટલ, કેન્સર જેવા નિષ્ણાંત તબીબોની સેવા ઉપલબ્ધ કરવામાં આવશે.
તદુપરાંત અંક્લેશ્વર જયાબેન મોદી હોસ્પિટલ ખાતે ઘૂંટણની ,થાપાની, પાંસડીના ફ્રેક્ચરની સર્જરી,
ગર્ભાશયના રોગો, ડિલિવરી, સામાન્ય,કિડની , મૂત્રાશયની પથરી , ગર્ભાશયની પથરી, હરણીયા ,આંતરડાની સર્જરી અને કેન્સરની સારવાર માં કાર્ડ યોજનામાં કરી આપવામાં આવશે .આંખનો મોતિયો, વ્હેલ, કોર્નિયાને લગતી સારવાર અને નિદાન મફતમાં કરી આપવામાં આવશે. તમે નીરોગી અમે સહયોગીનું સૂત્ર સાર્થક કરવા આ નિઃશુલ્ક કેમ્પ યોજવામાં આવ્યો છે.કેમ્પ દરમિયાન 100 વધુ જેટલા દર્દનું નિદાન ,સારવાર અને દવા દર્દીઓને નિઃશુલ્ક આપવામાં આવશે.







