MORBI:મોરબીના જુના નાગડાવાસ ગામે બંધ મકાનમાંથી દારૂની જથ્થા સાથે ઇસમ ઝડપાયો

MORBI:મોરબીના જુના નાગડાવાસ ગામે બંધ મકાનમાંથી દારૂની જથ્થા સાથે ઇસમ ઝડપાયો
મોરબી તાલુકાના જુના નાગડાવાસ ગામે રહેણાંક મકાનમાં તથા બાજુમાં બંધ પડેલ મકાનમાં દારૂની રેડ કરી હતી ત્યારે ઇગ્લીશ દારૂનો જથ્થો મોરબી તાલુકા પોલીસની ટીમે પકડી પાડેલ છે અને હાલમાં નાની મોટી કુલ મળીને દારૂની ૮૧૮ બોટલ જેની કિંમત ૩,૦૭,૦૯૦ નો મુદ્દામાલ કબ્જે કરેલ છે અને આરોપીની ધરપકડ કરેલ છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી તલુકા પીઆઇ કે.એ.વાળા પીએસઆઇ બી.એમ.બગડા તથા પોલીસ હેડ કોન્સ. અજીતસિંહ પરમાર તથા કેતનભાઇ અજાણા સંયુકત રાહે મળેલ બાતમી આધારે મોરબી તાલુકાના જુના નાગડાવાસ ગામે દેવાયતભાઇ ઉર્ફે ભાનુભાઇ મુળુભાઇ ઉર્ફે બચુભાઇ ખાંભરા ના ઘરમાં દારૂની રેડ કરી હતી ત્યારે મકાનમાં તથા તેઓના મકાનની બાજુમાં આવેલ બંધ મકાનમાંથી ઇંગ્લીશ દારૂનો જથ્થો મળી આવેલ હતો જેથી અલગ અલગ બ્રાન્ડની ભારતીય બનાવટની નાની-મોટી ઇંગ્લીશ દારૂની ફૂલ ૮૧૮ બોટલ કિંમત ૩,૦૭,૦૯૦ નો મુદ્દામાલ કબ્જે કરી આરોપી દેવાયતભાઇ ઉર્ફે ભાનુભાઇ મુળુભાઇ ઉર્ફે બચુભાઇ ખાંભરા જાતે આહિર રહે. જુના નાગડાવાસ, તા.જી.મોરબી વાળાની ધરપકડ કરવામાં આવેલ છે