JUNAGADHJUNAGADH CITY / TALUKO

જૂનાગઢ જેલમાં શ્રી સરદાર પટેલ જીવન પ્રેરણાઅંશો પ્રવચન શ્રેણીનું આયોજન

બંદી જનોએ સરદાર પટેલ ના જીવનમાંથી મેળવી પ્રેરણા

જુનાગઢ જેલ ખાતે સરદાર પટેલનાં જીવન પ્રેરણાઅંશો પ્રવચન શ્રેણીનું આયોજન કરવામા આવ્યું હતું.અધિક્ષક પોલીસ મહાનિર્દેશક જેલ અને સુધારાત્મક વહીવટી કચેરી અમદાવાદ, ગુજરાત રાજ્યની પરવાનગીથી સરદાર પટેલ મેમોરિયલ સોસાયટી શાહીબાગ અમદાવાદના સહયોગથી આ કાર્યક્ર્મનું અયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં જુનાગઢ જેલના અધિક્ષક શ્રી વાળા, અને કર્મચારી શ્રીઓએ સહયોગ આપ્યો હતો. છેલ્લા ૧૭ વર્ષથી આ શ્રેણીનું સુંદર આયોજન રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા પ્રભાબેન પટેલ તેમજ વાલીએ સોરઠના પ્રિન્સિપાલ ડો.હારુનભાઈ વિહળ સંભાળી રહ્યા છે. પ્રવચન શ્રેણીના પ્રારંભે ભારત ભાગ્યવિધાતા સરદાર વલ્લભભાઈ પટેલને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ડો.હારુનભાઈ વિહલ, સુશ્રી પ્રભાબેન પટેલ તેમજ શ્રી એ બી ડોબરીયાએ જેલ અધિક્ષક શ્રી વાળા સહીત જેલ અઘિકારી કર્મચારીઓ પુસ્તકઅને પુષ્પ અર્પણ કરી સ્વાગત કર્યું હતું. કાર્યક્રમનું સંચાલન અને ઉત્કૃષ્ટ વ્યાખ્યાન ડો. હારુન વિહાળ કર્યું હતું. શ્રી એબી ડોબરીયાએ સૌનું શાબ્દિક સ્વાગત અને અભિવાદન કરી કાર્યક્રમની વિગતો આપી હતી. પ્રભાબેન પટેલે વ્યાખ્યાન દરમ્યાન સરદાર પટેલના જેલ જીવન અને ઉત્કૃષ્ટ દેશ પ્રેમની વિસ્તૃત છણાવટ કરી હતી. સરદાર પટેલના જેલ જીવનમાંથી શીખ મેળવીને કેદી ભાઈઓ પણ પોતાના જીવનને સદમાર્ગે વાળે તેમ જણાવ્યું હતું. દરેક વ્યક્તિએ હકારાત્મક જુસ્સાને જાળવી રાખવા અને ખોટું કરતાં પહેલાં વિચાર કરવા અને આત્મબળ મજબૂત કરવા તેમજ ક્ષમાવાન બનવા હિમાયત કરી હતી. પરિવાર સમાજ અને રાષ્ટ્ર માટે હંમેશા પોઝીટીવ રહીને સદવિચારોનું પાલન કરવા ખાસ આગ્રહ કર્યો હતો. ડો.હારુન વિહળે દ્રષ્ટાંતો દ્વારા જીવન સુધારણાની તકો ઝડપી લેવા વિસ્તારપૂર્વક સમજ આપી હતી. જેલ પરિસર જય સરદારના નારાથી ગુંજી ઉઠી હતી

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button