કેબિનેટ મંત્રીશ્રી મુળુભાઈ બેરાએ લાલપુર ગામે આંતરિક પાણી પુરવઠાના રૂ.૩કરોડના કામોનું લોકાર્પણ કર્યું
ગુજરાત રૂર્બન ડેવલોપમેન્ટ પ્રોગ્રામ (ઓટેકા) અંતર્ગત લાલપુર ગામમાં પાઇપલાઇન, પમ્પ હાઉસ, પમ્પિંગ મશીનરી, આરસીસી પમ્પ અને આરસીસી ટાંકીનું નિર્માણ થયું.

વાત્સલ્યમ્સ માચાર
રિપોર્ટર પ્રદિપસિંહ જી રાઠૌર જામનગર.
જામનગર તા.૧૪ માર્ચ, જામનગર જિલ્લાના લાલપુર ગામે રાજ્યના પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ વિભાગના મંત્રીશ્રી મુળુભાઈ બેરાના હસ્તે ગુજરાત રૂર્બન ડેવલોપમેન્ટ પ્રોગ્રામ (ઓટેકા) અંતર્ગત આંતરિક પાણી પુરવઠા યોજનાના રૂ.૩કરોડ ૩લાખ રૂપિયાના કામોનું લોકર્પણ કરવામાં આવ્યું હતું. આ કામોમાં ૪.૭૦કિમી લંબાઈનું ડીઆઈ પાઇપલાઇન અને પીવીસીનું પાઇપલાઇન નેટવર્ક, ૧૫ લાખ લીટર ક્ષમતાનો આરસીસી સમ્પ, ૮લાખ લિટર ક્ષમતાની આરસીસી ઊંચી ટાંકી, ૧૨*૧૦ મીટર પમ્પ હાઉસ અને પમ્પિંગ મશીનરીના કામોનો સમાવેશ થાય છે. આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, લાલપુર ગામમાં હવે ક્ષારમુક્ત નર્મદા નદીનું પાણી લોકોના ઘર સુધી પહોંચશે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીનો સુવિધા શહેરની અને આત્મા ગામડાનો વિચાર લાલપુરમાં ખરા અર્થમાં સાર્થક થયો છે. અહીં ભૂગર્ભ ગટર, રોડ-રસ્તા, પરિવહન સહિતની તમામ સુવિધાઓ છે. અને હવે આંતરિક પાણી વિતરણની વ્યવસ્થા પણ સુચારું રૂપે ઉપલબ્ધ થશે. છેવાડાના ગામડાના માનવીને પણ પાયાની સુવિધાઓ મળી રહે તે દિશામાં સરકાર કાર્યરત છે. લાલપુરમાં પીવાના પાણીણી સુવિધાઓમાં વધારો થતાં મંત્રીશ્રીએ તમામ ગ્રામજનોને અભિનંદન પાઠવ્યા હતા.
આ કાર્યક્રમમાં પીએમ આવાસ યોજના અને આયુષ્માન કાર્ડના લાભાર્થીઓએ પોતાના પ્રતિભાવો વ્યક્ત કર્યા હતા. તેમજ સાંસદ ખેલ મહોત્સવમાં રસ્સાખેંચમાં સારું પ્રદર્શન કરનાર નારીશક્તિનું મંત્રીશ્રીના હસ્તે સમ્માન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં પૂર્વમંત્રીશ્રી ચીમનભાઈ સાપરિયા, અગ્રણીશ્રીઓશ્રી દિલીપભાઇ ભોજાણી, શ્રી પ્રવિણસિંહ જાડેજા, શ્રી અરશીભાઈ કરંગિયા, શ્રી ચિરાગભાઈ કાલરીયા, સરપંચશ્રી જયેશભાઈ તેરૈયા, પ્રાંત અધિકારીશ્રી સંજયસિંહ અસવાર, પાણી પુરવઠા બોર્ડના કાર્યપાલક ઇજનેરશ્રી રંગુનવાલા સહિતના અધિકારીશ્રીઓ, અગ્રણીઓ તેમજ ગ્રામજનો બહોળા પ્રમાણમાં ઉપસ્થિત રહ્યા હતા.










