
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. TMCએ પોતાના ‘X’ હેન્ડલ પર તેની માહિતી આપી છે. TMCનું કહેવું છે કે ‘તેના અધ્યક્ષ અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને મોટી ઈજા થઈ છે, તેમના માટે પ્રાર્થના કરો. મુખ્યમંત્રી મમતા બેનર્જીનો એક ફોટો પણ સામે આવ્યો છે, જેમાં તેમના માથામાંથી લોહી નિકળતુ દેખાઈ રહ્યું છે. તેમને કોલકાતાની SSKM હોસ્પિટલમાં દાખલ કરાયા છે, તેમની સારવાર ચાલી રહી છે.
મળતી માહિતી અનુસાર, મુખ્યમંત્રી મમતા બેનર્જી પોતાના ઘરે ટ્રેડ મિલ કરતા સમયે પડી ગયા હતા. ત્યારબાદ અભિષેક બેનર્જી તેમને હોસ્પિટલ લઈ ગયા.
જણાવી દઈએ કે, મુખ્યમંત્રી મમતા બેનર્જી આ પહેલા પણ દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત થઈ ચૂક્યા છે. આ વર્ષે જાન્યુઆરીમાં તેઓ રોડ દુર્ઘટનાનો શિકાર બન્યા હતા. તે દરમિયાન તેઓ બર્ધમાનથી કોલકાતા પરત ફરી રહ્યા હતા. સૂત્રોના અનુસાર, વરસાદના કારણે મમતા બેનર્જી કારથી પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન ધુમ્મસના કારણે કારની અચાનક બ્રેક લગાવતા દરમિયાન મમતા બેનર્જીના માથામાં ઈજા થઈ હતી. જણાવાય રહ્યું છે કે, મમતા બેનર્જીના કાફલામાં એક અન્ય કારના આવવાથી ડ્રાઈવરે અચાનક બ્રેક લગાવવી પડી હતી. જેના કારણે તેના માથામાં ઈજા થઈ હતી.