MORBI:મોરબી નિવૃત્તિમાં પણ પ્રવૃત્તિ એવા નિવૃત શિક્ષકે શાળામાં કરાવ્યા રમતગમતના દાવ!

MORBI:મોરબી નિવૃત્તિમાં પણ પ્રવૃત્તિ એવા નિવૃત શિક્ષકે શાળામાં કરાવ્યા રમતગમતના દાવ!

(શ્રીકાંત પટેલ દ્વારા મોરબી)
મોરબીમાં આશરે ૧૨ વર્ષ પહેલાં નિવૃત્ત થયેલા અને હાલ ૭૦ વર્ષની ઉંમર હોવા છતાં તેમણે ભક્તિનગર શાળામાં બાળકોને શીખડાવેલા રમતગમતના દાવ જોતા તેમના શરીરની સ્ફૂર્તિ ઊડીને આંખે વળગી છે. હાલ બાબતે ગામનો ચોરોમાં થયેલી ચર્ચા મુજબ મૂળ બગથળા ગામના અને પ્રાથમિક શાળા માં પી.ટી. શિક્ષક તરીકે નિવૃત્ત થયેલા અંબારામભાઈ જેરામભાઈ ઠોરિયા ની વાત છે. જેઓએ રમતગમતના શિક્ષક તરીકે પ્રાથમિક શાળામાં ફરજ બજાવી છે અને બાર વર્ષે પહેલા વય મર્યાદા થી નિવૃત્ત થયા છે. પરંતુ હાલ હજુ યુવાનને શરમાવે તેવી તેની શારીરિક સ્ફૂર્તિ છે તેવું જોવા મળ્યું છે. તેમની પાસે જ ભણી ગયેલ એક વિદ્યાર્થી હાલ.

મોરબી તાલુકાનાં રવાપર ભક્તિનગર શાળામાં પ્રાથમિક શિક્ષક તરીકે ફરજ બજાવે છે. અને હાલ ગુજરાતમાં મોટાભાગની શાળાઓમાં પી.ટી.શિક્ષકોની જગ્યા ખાલી છે. તો અહીં રવાપર ભક્તિનગર શાળામાં તો ક્યાંથી હોય! બાળકોને રમતગમતના દાવ શીખડાવવા છે.તો તેમને તેમના ગુરુ અંબારામભાઈ જેરામભાઈ ઠોરિયા ની યાદ આવી અને ફોન મેસેજથી વાત કરતા તેમણે આ વાત સ્વીકારી અને વહેલી સવારે શાળાના સમયે તેઓ શાળામાં પહોંચીને બાળકોને લેજિમ, ડંબેલ્સ જેવી રમતના દાવ શીખડાવ્યા આ રમતના દાવ શીખડાવતા હતા ત્યારે તેમની ૭૦ વર્ષની ઉંમરે પણ તેમના શરીરની સ્ફૂર્તિ ઊડીને આંખે વળગી હતી. બસ આ જ રીતે સ્ફૂર્તિમય નિવૃત્ત જીવન જીવતા રહો તેવી શુભેચ્છા સિસ્ટમ સુધારણા સત્યાગ્રહ સમિતિ મોરબી એ પાઠવી છે.








