JAMNAGARJAMNAGAR CITY/ TALUKO

પ્રેમી ના ચક્કરમાં ઘર છોડીને નીકળી ગયેલ કિશોરીનું પરિવાર સાથે મિલન કરાવતી જામનગર 181 ટિમ

વાત્સલ્યમ સમાચાર
રિપોર્ટર પ્રદિપસિંહ જી રાઠૌર જામનગર.

તારીખ-11/3/2024 ના રોજ એક જાગૃત નાગરિકનો 181 પર કોલ આવેલ અને જણાવેલ કે અહીંયા એક નાની ઉંમર ની દિકરીઅમારા વિસ્તારમાં ત્રણ કલાકથી બેઠી હોય છે અને તેમનું નામ અને સરનામું કશું જણાવતી ન હોય ફક્ત એટલું જણાવતી હોય કે તેઓ અમદાવાદથી આવેલી હોય છે તેથી મદદની જરૂર છે
કોલ આવતા ની સાથે જ 181 ની ટીમ ના કાઉન્સેલર રીના દિહોરા કોન્સ્ટેબલ ઈલાબા ઝાલા પાયલોટ સુરજીતસિંહ વાઘેલા ઘટના સ્થળ પર પહોંચેલ અને કિશોરીન નું કુશળ કાઉન્સિલિંગ દ્વારા નામ સરનામું ઉંમર વગેરે જાણવાની કોશિષ કરેલ પરંતુ કિશોરીએ તેમનું નામ સરનામું જણાવેલ ન હોય અને હું અમદાવાદથી મારા ભાઈ સાથે અહીંયા જામનગર આવેલ હોય અને મારો ભાઈ મને મારી નાખવાની ધમકી આપતો હોય તેથી હું મારા ભાઈને છોડીને અલગ વિસ્તારમાં આવી પહોંચેલ હોય ત્યારબાદ 181 ટિમ દ્વારા સુજબુજ વાપરીને કિશોરી ને જણાવેલ કે તારા ભાઈ નો મોબાઈલ નંબર જણાવ કિશોરીએ સાત મોબાઈલ નંબર આપેલ હોય પરંતુ તે બધા નંબર બંધ આવતા હોય કે ઉપયોગમાં ન હોય તેવા નંબર આપેલા હોય ત્યારબાદ અમો દ્વારા કિશોરી ને જણાવેલ કે અમદાવાદના કયા એરિયામાં તમારું રહેઠાણ છે તો કિશોરીએ ગભરાતા જવાબ આપેલ કે હું મારા એરિયા નું નામ નહીં આપું. ત્યારબાદ અમોને કિશોરી પર એવી શંકા ગઈ કે તેઓ કંઈ છુપાવી રહ્યા છે તેથી કિશોરીને જણાવેલ કે તું અને તારા ભાઈ જામનગરના કયા એરિયામાંથી અલગ પડેલ હોય તે એરિયા નું નામ જણાવ ત્યારે યુવતીએ જામનગરના અલગ અલગ પાંચ સરનામાં આપેલ હોય અને તે પાંચેય સરનામા વ્યવસ્થિત જણાવેલ હોય ત્યારે અમોને તેવું માલુમ પડેલ યુવતી જામનગરની જ હોય છે તેથી તે પાંચેય સરનામા પર કિશોરી ને લઈ ગયેલ પરંતુ કિશોરીના ભાઈ મળ્યા ન હોય ત્યાર બાદ કિશોરીને શાંતિથી બેસાડીને સમજાવેલ કે તું તારી સાથે જે પણ બન્યું હોય તે સાથે સાચું જણાવ અમો તારા માતા-પિતાને કે કોઈને જણાવશો નહીં અને જો તારે ઘરે નહીં જવું હોય તો અમે તને સંસ્થામાં આશ્રય માટે લઈ જઈશું પરંતુ તું તારું સાચું સરનામું જણાવ ત્યારબાદ ત્રણ કલાકના સમયગાળા પછી કિશોરીએ તેમની સાચી હકીકત અને સાચું સરનામું જણાવેલ હોય અને ત્યારબાદ તે સરનામા પર ગયેલ અને કિશોરી નું ઘર મળેલ હોય અને ત્યાં જઈને તેમના માતા પિતા સાથે કાઉન્સેલિંગ કરેલ અને કિશોરીની મોટી બહેનને જણાવેલ કે કે મારી નાની બહેન દવા લેવાના બહાને પોતાના ઘરની બહાર નીકળી ગયેલ હોય અને આ વાતની જાણ મારા માતા-પિતાને ન હોય અને કિશોરીએ જણાવેલ હું મારા પ્રેમીને મળવા ગયેલ હોય પરંતુ તેઓ મને ગાડીમાં બેસાડીને અજાણ્યા વિસ્તારમાં મૂકીને જતા રહ્યા હોય તેથી હું ભૂલી પડેલ હોય ત્યારબાદ કિશોરી એ તેમના માતા પિતાની સામે તેમની ભૂલની માફી માંગેલ હોય અને હવે તેઓ ફરી વખત ઘરની બહાર નહીં નીકળે તેવું જણાવેલ હોય અને 181 ટીમ દ્વારા યુવતીના માતા પિતાને કાયદાકીય માહિતી આપેલ અને જણાવેલ કે હવેથી તેઓ કિશોરી પાસેથી મોબાઇલ લઈ લેવા જણાવેલ હોય અને કિશોરીને જણાવેલ કે હવેથી કોઈ અજાણ્યા પુરુષ સાથે વાતચીત નહીં કર અને પોતાના અભ્યાસમાં ધ્યાન દે આવી રીતે 181 ટીમ દ્વારા સતત ત્રણ કલાકના પ્રયાસ બાદ આખરે કિશોરીના માતા પિતા સાથે મિલન કરાવેલ અને કિશોરી ના માતા પિતાએ 181 ટીમનો આભાર વ્યક્ત કરેલ.

 

 

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button