MORBI:મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ધારાસભ્યશ્રીની ઉપસ્થિતિમાં 13 શરણાર્થીઓને નાગરિકતા સર્ટિફિકેટ આપવામાં આવશે

MORBI:મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ધારાસભ્યશ્રીની ઉપસ્થિતિમાં 13 શરણાર્થીઓને નાગરિકતા સર્ટિફિકેટ આપવામાં આવશે
સી. એ. એ. અધિનિયમ જાહેર થયાના અનુસંધાનમાં ધારાસભ્યશ્રીના નિવાસસ્થાને પાક. શરણાર્થીઓના સ્વાગત બાદ આજે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ધારાસભ્યશ્રીની ઉપસ્થિતિમાં 13 શરણાર્થીઓને નાગરિકતા આપવામાં આવશે
સિટીઝનશીપ એમેન્ડમેન્ટ એકતની અધિસૂચના જાહેર થયા બાદ મોરબી ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમૃતિયાના નિવાસસ્થાને મોરબીમાં લોન્ગ ટર્મ વિઝા પર રહેતા પાક. નાગરિકોનું સ્વાગત સન્માન કરી મોઢા મીઠા કરાવવાનો કાર્યક્રમ ભવ્ય રીતે સંપન્ન થયો.

છેલ્લા સમયથી ચાલતી પ્રક્રિયાના અંતે, આજે 13.03.2024 બુધવાર, સાંજે 4.00 કલાકે, ધારાસભ્યશ્રી કાંતિભાઈ અમૃતિયા તથા જિલ્લાના માનનીય ધારાસભ્યશ્રીઓની ઉપસ્થિતિમાં, જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 13 શરણાર્થીઓને, જિલ્લા સેવા સદન મુકામે, કલેક્ટર કચેરી ખાતે, નાગરિકત્વ સર્ટિફિકેટ આપવામાં આવશે..જે વિદિત થાય . નાગરિકત્વ મળવાથી શરણાર્થી પરિવારમાં આનંદ વ્યાપી ગયો છે…આવા લાયકાત ધરાવતા વધુ નાગરિકોને પણ ટૂંક સમયમાં ભારતનું નાગરિકત્વ મળશે…








