MORBI:મોરબી ના ફડસર ગામે યુવતીને ગાડીમાં બેસાડી અપહરણ: જાનથી મારી નાખવાની ધમકી, ફરિયાદ નોંધાઈ

MORBI:મોરબી ના ફડસર ગામે યુવતીને ગાડીમાં બેસાડી અપહરણ: જાનથી મારી નાખવાની ધમકી, ફરિયાદ નોંધાઈ
મોરબીના ફડસર ગામે રહેતો યુવાન આરોપીની દીકરીને ભગાડી ગયો હોય જેનો ખાર રાખીને યુવતીના માતા અને મામા સાથે પાંચ ઇસમોએ બોલાચાલી કરી ઝઘડો કર્યો હતો અને યુવતીને ગાડીમાં બેસાડી અપહરણ કરી લઇ જઈને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે
મોરબીમાં રહેતી યુવતીએ આરોપીઓ કાનાભાઈ જીવાભાઈ સવસેટા, જયદીપભાઈ જીવણભાઈ સવસેટા, વિક્રમભાઈ રહે ત્રણેય દેવગઢ તા. માળિયા, જયલો બાબરિયા રહે કુન્તાશી અને મુન્નાભાઈ જીલરીયા એમ પાંચ વિરુદ્ધ મારામારી, અપહરણ અને ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે જેમાં જણાવ્યું છે કે ગત તા. ૧૦ માર્ચના સવારે પિતાએ વાત કરી હતી કે ફૂવા આહાભાઈ છગનભાઈ સવસેટાનો ફોન આવ્યો હતો કે ધરમ ઘરે છે કે નહિ જેથી તે બહાર હોય અને ઘરે જઈને તપાસ કરીને કહે ચેહ ધરમ ક્યાં ગયો છે પૂછતાં ફરિયાદી યુવતીએ પિતાને કહ્યું કે ઘરે નથી બહાર ગયો છે અને બીજી વખત ફૂવાનો પિતાના મોબાઈલમાં ફોન આવતા દીકરો ધરમ કાનાભાઈ સવસેટાની દીકરી રિદ્ધિ બંને ભાગી ગયા છે તપાસ કરતા ફરિયાદીના ભાઈનો ફોન બંધ આવતો હતો

જેથી તપાસ કરી હતી પિતાજી ભાઈની તપાસમાં બહાર હોય જેથી ફરિયાદી અને તેની માતા બંને ઘરે એકલા હતા અને તા. ૧૦ ના સાંજે મામા વાસુર કાનાભાઈ સવસેટા અને ભરત દાનાભાઈ સવસેટા બંને ફડસર ગાડી લઈને યુવતી અને માતાને તેડવા આવ્યા હતા અને બંને મામાના ઘરે જતા રહ્યા હતા તા. ૧૧ માર્ચના સાંજે પાંચેક વાગ્યે યુવતી, તેની માતા સરોજબેન, નાનીમા દલીબેન બધા મામાના ઘરે ફળિયામાં બેઠા હોય ત્યારે ત્રણ ગાડી મામાના ઘર પાસે શેરીમાં આવી જેમાંથી કૌટુંબિક મામા કાનાભાઈ જીવાભાઈ સવસેટા, જયદીપ, વિક્રમભાઈ, જયલો બાબરિયા અને મુન્નાભાઈ ગાડીમાંથી ઉતર્યા અને તમામ પાસે તલવાર હતી જે સીધી ઘર પાસે આવી યુવતી અને માતાને મારવા લાગ્યા અને ઝપાઝપી કરવા લાગ્યા હતા અને આરોપી જયદીપ અને વિક્રમ બંને યુવીતને પકડી ધસડીને સફેદ કલરની વરના ગાડીમાં બેસાડતા હોય ત્યારે મામા આવી જતા તેને ધક્કો મારી પાડી દઈને ગાડીમાં બેસાડી અપહરણ કરી ગયા હતા જે ગાડી ચરાડવા તરફ લઇ ગયા હતા અને પછી ફોન આવતા માળિયા પોલીસ સ્ટેશન આવતા રહો કહેતા ગાડીમાં માળિયા પોલીસ સ્ટેશન લઇ આવેલ અને રસ્તામાં આરોપીઓએ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી માળિયા પોલીસ સ્ટેશન પહોંચતા ત્યાં કાનાભાઈ હતા અને પોલીસ સ્ટાફ હાજર હતો જ્યાંથી યુવતીને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન લાવેલ અને પિતાજી તેમજ મોટા બાપુ પરત લાવ્યા હતા આમ ફરિયાદી યુવતીનો ભાઈ આરોપીની દીકરી સાથે ભાગી ગયો હોય જેનો ખાર રાખી યુવતી અને તેની માતાને માર મારી મામાને માર મારી આરોપીઓ યુવતીને ગાડીમાં બેસાડી અપહરણ કરી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી મોરબી તાલુકા પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે








