NATIONAL

કોંગ્રેસે જાહેર કરી ઉમેદવારોની બીજી યાદી

એક તરફ લોકસભાની ચૂંટણીની જાહેરાતની ઘડીઓ ગણાઈ રહી છે. ચૂંટણી પંચ 13 માર્ચ પછી કોઈપણ સમયે ચૂંટણી કાર્યક્રમની જાહેરાત કરી શકે છે. બીજી તરફ ભાજપ સહિતની રાજકીય પાર્ટીઓ ઉમેદવારને લઈને મનોમંથન કરી રહી છે. ત્યારે મંગળવારે કોંગ્રેસ પાર્ટીએ લોકસભા ચૂંટણી માટે 43 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. જેમાં ગુજરાતની 7 બેઠકો પર ઉમેદવારનો પણ સમાવેશ થાય છે. નોંધનીય છે કે, આ પહેલા કોંગ્રેસે પ્રથમ યાદીમાં 37 જેટલા ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. કોંગ્રેસના મહાસચિવ કે.સી. વેણુગોપાલે પત્રકાર પરિષદ કરી હતી. જેમાં વધુ 43 બેઠકોના નામ જાહેર કરવામાં આવ્યા છે. પૂર્વ મુખ્યમંત્રી કમલનાથના પુત્ર નકુલનાથને છિંદવાડાથી અને અશોક ગેહલોતના પુત્ર વેભવ ગેહલોતને જાલોરથી ટિકિટ આપવામાં આવી છે.

43 ઉમેદવારોમાં ગુજરાતના 6 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. પોરબંદરથી લલિત વસોયા અને બનાસકાંઠાથી ગેનીબેન ઠાકોરને ટિકિટ અપાઇ છે. જેમાં અમદાવાદ પૂર્વથી રોહન ગુપ્તા, અમદાવાદ પશ્ચિમથી ભરત મકવાણા, બારડોલીથી સિદ્ધાર્થ ચૌધરી અને વલસાડથી અનંત પટેલને ટિકિટ આપી છે.

કોંગ્રેસના મહાસચિવ કે.સી. વેણુગોપાલે પત્રકાર પરિષદ કરી હતી. જેમાં પ્રથમ યાદીમાં 39 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં પ્રથમ યાદીમાં 15 જનરલ અને 24 એસસી-એસટી કેટેગરીના ઉમેદવારોનો સમાવેશ થાય છે. કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધી વાયનાડથી ચૂંટણી લડશે. છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ રાજનાંદગામથી ચૂંટણી લડશે. જ્યારે શશી થરૂરને તિરુવનંતપુરમથી ટિકિટ આપવામાં આવી હતી.

કુલ 39 ઉમેદવારોની યાદીમાં છત્તીસગઢના 6, કર્ણાટકના 7, કેરળના 16, તેલંગાણાના 4, મેઘાલયના 2 અને સિક્કિમ, નાગાલેન્ડ, ત્રિપુરા અને લક્ષદ્વીપના એક-એક વ્યક્તિનો સમાવેશ થાય છે. આ યાદીંમાં યુવાઓ અને અનુભવી નેતાઓનો સમન્વય જોવા મળ્યો હતો.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button