GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી નસીલી સીરપ કાંડના મુખ્ય આરોપી રવી મહિપત કંડીયાની ઘરપકડ

મોરબીના રંગપર નજીક કારખાનાના ગોડાઉનમાંથી પોલીસે કોડીન યુક્ત કફ સીરપનો મસમોટો જથ્થો ઝડપી લીધો હતો ચોખાની આડમાં લાવવામાં આવેલ સીરપનો જથ્થો અને અન્ય મુદામાલ સહીત ૨ કરોડથી વધુની કિમતની મત્તા પોલીસે જપ્ત કરી હતી જે સીરપ કાંડમાં મુખ્ય આરોપી ફરાર હોય જે આરોપી રવિ કંડિયાને પોલીસે ઝડપી લઈને વધુ તપાસ ચલાવી છે

મોરબી એલસીબીમાં ફરજ બજાવતા શક્તિસિંહ લખધીરસિંહ ઝાલાએ આરોપીઓ ગોડાઉન સંચાલક મનીષ હરિભાઈ ઝાલાવાડિયા રહે રવાપર રોડ વૃંદાવન સોસાયટી, વૃંદાવન પેલેસ મોરબી, ટ્રક ટીએસ ૦૬ યુબી ૭૭૮૯ ના ચાલક સરફરાજ રબ્બાની સૈયદ રહે મહારાષ્ટ્ર, ટ્રક ટીએસ ૦૬ યુબી ૭૭૮૯ ના ક્લીનર મહમદ અબ્દુલ રહીમ હમદઅબ્દુલ રહેમાન રહે હૈદરાબાદ (તેલંગાણા), ગોડાઉન ભાડે રાખી માલ મંગાવનાર રવિકુમાર મહિપત કંડિયા રહે જેતપર તા. મોરબી, માલ મોકલનાર સાજેદા ટાઈલ્સ વાળા મસુદ આલમ રહે ત્રિપુરા અને મોબાઈલ નંબર 81458 83276 નો વપરાશ કરનાર ત્રિપુરાનો રહેવાસી માલ મોકલનાર એમ છ ઈસમો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી રંગપર નજીક આવેલ R TILE નામના ગોડાઉનમાંથી પોલીસે કફ સીરપનો જથ્થો ૯૦ હજાર બોટલ કીમત રૂ 1,૮૪,૯૩,૨૦૦ ચોખાની કુલ બોરીઓ નંગ ૬૩૦ વજન કિલો ૧૫૭૫૦ કિલો કીમત રૂ ૪,૪૧,૦૦૦ ટ્રક ટીએસ ૦૬ યુબી ૭૭૮૯ કીમત રૂ ૧૫ લાખ, ૩ મોબાઈલ કીમત રૂ ૧૫ હજાર અને રોકડ રૂ ૭ હજાર સહીત કુલ રૂ ૨,૦૪,૫૬,૨૦૦ ની કિમતનો મુદામાલ જપ્ત કરી આરોપી મનીષ હરિભાઈ ઝાલાવાડિયા તેમજ ટ્રક ચાલક અને ટ્રક ક્લીનરને ઝડપી લીધા હતા તો ગોડાઉન ભાડે રાખી માલ મંગાવનાર રવિકુમાર મહિપત કંડિયા, ત્રિપુરાથી માલ મોકલનાર સાજેદા ટાઈલ્સ વાળા મસુદ આલમ અને મોબાઈલનો વપરાશ કરનાર એમ ત્રણ ઈસમો ફરાર હોય જેથી એ ડીવીઝન પોલીસ ટીમે વધુ તપાસ ચલાવી હતી અને અલગ અલગ ટીમો બનાવી તપાસ ચલાવતા મુખ્ય આરોપી રવિ મહિપત કંડિયાને ઝડપી લેવામાં આવ્યો છે

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button