MORBI :કચ્છ સાંસદ વિનોદ ચાવડાનું મોરબી જીલ્લા ભાજપ દ્વારા ભવ્ય સ્વાગત કરાયું

મોરબી જીલ્લા ભાજપ દ્વારા કચ્છ મોરબીના સાંસદ વિનોદ ચાવડા મોરબી શહેરમાં આવતા તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સાથે વિશાળ બાઈક-કાર રેલી યોજી આવકારવામાં આવ્યા હતા.

કચ્છ મોરબી લોકસભા સીટ વર્તમાન સાંસદ અને આગામી લોકસભાની ચૂંટણી માટે ભાજપ દ્વારા જેમના નામની જાહેરાત કરવામાં આવી છે તે વિનોદ ચાવડા ઉમેદવાર તરીકે જાહેર થયા બાદ પ્રથમ વખત મોરબી આવ્યા હતા. જેથી મોરબી ભાજપના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો અને સાંસદ વિનોદ ચાવડા નુ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું સાથે જ તેઓને આવકારવા માટે મોરબીના શનાળા રોડ પર આવેલ સ્વામિનારાયણ મંદિર ખાતેથી સામાં કાંઠે આવેલ ઉમા ટાઉન શિપ સુધી ભવ્ય રેલી યોજાઇ હતી જેમાં બાઈક અને કાર સાથે મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા.મોરબી શહેરના મુખ્ય માર્ગો પર વિશાળ રેલી સાથે બાઈક અને કાર રેલી યોજી હતી અને ભાજપ કાર્યકરો દ્વારા સાત લાખ કરતા વધુ મતોથી જીત મળશે તેવી આશા વ્યક્ત કરી હતી.તેમજ સાંસદ વિનોદ ચાવડાએ મોરબીમાં સ્વામીનારાયણ મંદિર ખાતે દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. સાંસદ વિનોદ ચાવડાનું મોરબી જીલ્લા ભાજપ દ્વારા ભવ્ય સ્વાગત કરાયું મોરબી જીલ્લા ભાજપ દ્વારા કચ્છ મોરબીના સાંસદ વિનોદ ચાવડા મોરબી શહેરમાં આવતા તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સાથે વિશાળ બાઈક-કાર રેલી યોજી આવકારવામાં આવ્યા હતા.
કચ્છ મોરબી લોકસભા સીટ વર્તમાન સાંસદ અને આગામી લોકસભાની ચૂંટણી માટે ભાજપ દ્વારા જેમના નામની જાહેરાત કરવામાં આવી છે તે વિનોદ ચાવડા ઉમેદવાર તરીકે જાહેર થયા બાદ પ્રથમ વખત મોરબી આવ્યા હતા. જેથી મોરબી ભાજપના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો અને સાંસદ વિનોદ ચાવડા નુ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું સાથે જ તેઓને આવકારવા માટે મોરબીના શનાળા રોડ પર આવેલ સ્વામિનારાયણ મંદિર ખાતેથી સામાં કાંઠે આવેલ ઉમા ટાઉન શિપ સુધી ભવ્ય રેલી યોજાઇ હતી જેમાં બાઈક અને કાર સાથે મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા.મોરબી શહેરના મુખ્ય માર્ગો પર વિશાળ રેલી સાથે બાઈક અને કાર રેલી યોજી હતી અને ભાજપ કાર્યકરો દ્વારા સાત લાખ કરતા વધુ મતોથી જીત મળશે તેવી આશા વ્યક્ત કરી હતી.તેમજ સાંસદ વિનોદ ચાવડાએ મોરબીમાં સ્વામીનારાયણ મંદિર ખાતે દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા.








