MORBI:શેરબજારમાં ઓનલાઈન રોકાણ લાલચ આપી છેતરપીંડી ગુન્હામા સંડોવાયેલ વધુ બે ઇસમો ઝડપાયા

MORBI:શેરબજારમાં ઓનલાઈન રોકાણ લાલચ આપી છેતરપીંડી ગુન્હામા સંડોવાયેલ વધુ બે ઇસમો ઝડપાયા
શેરબજારમાં ઓનલાઈન રોકાણ કરાવી સારો નફો કમાવવાની લાલચ આપી છેતરપીંડી આચરવામાં આવી હોય જે મામલે સાયબર ક્રાઈમ પોલીસે ગુનો નોંધી તપાસ ચલાવી હતી જેમાં વધુ બે આરોપીને ઝડપી લેવામાં સફળતા મળી છે

ગત તા. ૦૪ જાન્યુઆરીના રોજ કિશન કાવર નામના અરજદારને વોટ્સએપ નંબર પર લીંક મોકલી વોટ્સએપ મેસેજમાં શેરબજારમાં રોકાણ કરવા ટીપ્સ મોકલી હતી અને રોકાણ કરી સારો નફો કમાવવાની લાલચ આપી રૂ ૪,૪૭,૧૫૦ ની છેતરપીંડી આચરવામાં આવી હોય જે મામલે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન મોરબી ખાતે ગુનો નોંધવામાં આવ્યો હતો જેમાં તપાસ ચલાવતા પોલીસે અગાઉ ત્રણ આરોપીની ધરપકડ કરી હતી અને અલગ અલગ ટીમો બનાવી ગુનામાં સંડોવાયેલ અન્ય ઇસમોને ઝડપી લેવા તપાસ ચલાવી હતી જેમાં આરોપી રાકેશ જયંતી ઠાકોર અને ચિરાગ ઉર્ફે દેવ સતીષ કહાર રહે બંને વડોદરા વાળાને ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે જે જે કામગીરીમાં સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન પીઆઈ આર ટી વ્યાસ, પીએસઆઈ બી ડી ભટ્ટ અને સાયબર ક્રાઈમની ટીમ જોડાયેલ હતી








