જંબુસર નગરપાલિકામાં બજેટલક્ષી સાધારણ સભા પાલિકાના પ્રમુખ અમીષાબેન શાહ ની અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. જેમાં આગામી વર્ષ નું રું. 12,54,968/- ની પુરાંતવાળુ બજેટ મંજૂર કરવાંમાં આવ્યું હતું… સભાની શરૂઆતમાં જંબુસર નગર પંચાયત ના પૂર્વ સભ્ય ફાતેમા બેબી સમ શેરખાન પઠાણ ના દુઃખદ નિધન બદલ બે મિનિટનું મૌન પાડી શોક ઠરાવ કરવામાં આવ્યો હતો. જેમાં કુલ છ જે પૈકી પાંચ કામો બોર્ડમાં અને એક કામ સત્તાની રુહે હાથ ધરવામાં આવ્યા હતો. આ સાધારણ સભામાં કુલ કુલ 28 સભ્યોમાંથી 19 સભ્ય સભામાં હાજર રહ્યા હતા. સભાની શરૂઆતમાં શોક ઠરાવ બાદ કામોનું વાંચન જંબુસર નગરપાલિકાના બાંધકામ ખાતાના ચેરમેન જીગર ભાઈ પટેલદ્વારા કરવામાં આવ્યું હતું જેમાં જંબુસર નગરપાલિકા તરફથી રજૂ કરેલ સને ૨૦૨૩- ૨૪ ના વર્ષનું સુધારેલું બજેટ તથા સને ૨૪-૨૫ ના વર્ષનું બજેટ મંજૂર કરવા મૂકવામાં આવ્યું હતી.. જંબુસર નગરપાલિકા દ્વારા 2024- 25 માં 27,28,16,622ની આવક સામે ખર્ચ રૂપિયા27,15,61,654/- નો ખર્ચ રજૂ કરી
12,54,968/- ની પુરાંત વાળું બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું .. આ ઉપરાંત માહી કન્સલ્ટન્ટની આવેલી અરજી નિકાલ માટે રજૂ કરાઈ હતી તેમજ
જંબુસર નગરપાલિકાના જગ્યાઓ પર આંગણવાડી બનાવવા માટે જગ્યા નક્કી કરવા માટે આવેલ રિપોર્ટ નો નિકાલ કરવાની રજૂઆત કરાઈ હતી..
રિપોર્ટ વિજયસિંહ જીતસિંહ ચૌહાણ





