LUNAWADAMAHISAGAR

મહિસાગર જિલ્લામાં હોટલ,ગેસ્ટ હાઉસ નિયંત્રણ ફરમાવતુ જાહેરનામુ બહાર પાડવામાં આવ્યુ

વાત્સલ્ય સમાચાર આસીફ લુણાવાડા

મહિસાગર જિલ્લામાં હોટલ,ગેસ્ટ હાઉસ નિયંત્રણ ફરમાવતુ જાહેરનામુ બહાર પાડવામાં આવ્યુ

આગામી સમયમાં તહેવારો આવતા હોય જેથી કાયદો અને વ્યવસ્થાની જાળવણી કરવા માટે મહીસાગર અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ  સી.વી.લટા દ્રારા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યુ.

મહીસાગર જિલ્લાના વિસ્તારના હોટલો, ગેસ્ટ હાઉસ કે ધર્મશાળાના માલિકો ધ્વારા દેશ/વિદેશના નાગરીકોને રૂમો ભાડેથી આપે ત્યારે તેની જાણ ૨૪ (ચોવીસ) કલાકમાં સબંધિત પોલીસ સ્ટેશનમાં કરવાની રહેશે. તે સિવાય કોઇ વ્યક્તિને હોટલો, ગેસ્ટ હાઉસ કે ધર્મશાળાના રૂમો ભાડે આપી શકશે નહી અને નીચેની શરતોનું પાલન કરવાનું રહેશે.

જિલ્લામાં હોટલ, ગેસ્ટ હાઉસ કે ધર્મશાળામાં વિદેશી નાગરીક આવે ત્યારે તેના પાસપોર્ટ,વીઝા અને ભારતમાં આવ્યા અંગેની ડિટેઇલ કોપી સહિતની લેવી,વિદેશી નાગરીકના પાસપોર્ટ, વિઝા અને ભારતના સરનામાં અને વિદેશી નાગરીક તરીકે નોંધણી કારાવેલ હોય તો રેસીડેન્સીયલ પરમીટની કોપી મેળવવી અને રેકર્ડમાં રાખવી,વિદેશી નાગરીકને લગતાં સી-ફોર્મ નિયમ મુજબ સી-ફોર્મ ફોરેનર્સ રજીસ્ટ્રેશન રૂલ્સ સને ૧૯૩૯ નમુના મુજબના ફોર્મમાં ફોરેનર્સ બ્રાન્ચમાં ૨૪ (ચોવીસ) કલાકમાં રીપોર્ટ સહિત રજુ કરવાના રહેશે,અજાણ્યા વિદેશી નાગરીકોને હોટલો, ગેસ્ટ હાઉસ કે ધર્મશાળામાં પ્રવેશ આપવો નહી, દેશ/વિદેશના વિઝીટરનું બુકીંગ કરાવનારના નામ, સરનામાં, ટેલીફોન સહિતના નક્કર પુરાવા મેળવવા, મહીસાગર જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારમાં કે શહેરી વિસ્તારમાં કઈ જગ્યાએ રોકાઇ કોને મળવાના છે ? કેટલો સમય રોકાવાના છે ? તેની સંપુર્ણ વિગત મેળવવી,કોઈપણ મુસાફરની શંકાસ્પદ ઢીલચાલ જણાયેથી તાત્કાલીક પોલીસને જાણ કરવી.

આ જાહેરનામું પ્રસિધ્ધ થયા તારીખથી ૨ (બે) માસ સુધી અમલમાં રહેશે. આ જાહેરનામાંનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર વ્યક્તિને ભારતીય દંડ સહિતાની કલમ-૧૮૮ હેઠળ શિક્ષાને પાત્ર થશે

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button