JAMNAGARJAMNAGAR CITY/ TALUKO
જામનગરમાંં નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત આણંદાબાવા સેવા સંસ્થા દ્વારા રેલી યોજાઈ

જામનગર તા. 5 માર્ચ,
રિપોર્ટ પ્રદિપસિંહ જી રાઠૌર જામનગર
આણંદાબાવા સેવા સંસ્થા, લીમડા લેન, જામનગર ખાતે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ- રાજ્ય સરકાર હેઠળના નિયામક સમાજ સુરક્ષા ખાતા ગુજરાત રાજ્ય ગાંધીનગર હસ્તકની જામનગર જિલ્લાની સરકારી અને બિનસરકારી બાળ કલ્યાણ ક્ષેત્રે કાર્ય કરતી વિવિધ દિવ્યાંગ કલ્યાણ સંસ્થાઓના બાળકોની નશા મુક્ત ભારત અભિયાન અંતર્ગત જાગૃતિ રેલી યોજાઈ હતી.
જેમાં જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી ડૉ. પી.વી. શેરસીયા, જિલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રી આર.જે. શિયાર, બાળ કલ્યાણ સમિતિના ચેરમેનશ્રી ભાવિનભાઈ ભોજાણી, આણંદાબાવા સેવા સંસ્થા સંચાલિત ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ અને બોયઝના જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રીની કચેરી અને જિલ્લા બાળ સુરક્ષા બાળ અધિકારીશ્રીની કચેરીના સ્ટાફ ગણ હાજર રહ્યા હતા.

[wptube id="1252022"]









