GUJARATMORBIMORBI CITY / TALUKO
Halvad:હળવદના રણમલપુર ગામે ટ્રેક્ટરનુ હાઇડ્રોલિકમાં રીપેર કરતાં વેડાએ આવી જતા યુવાનનું મૃત્યુ

Halvad:હળવદના રણમલપુર ગામે ટ્રેક્ટરનુ હાઇડ્રોલિકમાં રીપેર કરતાં વેડાએ આવી જતા યુવાનનું મૃત્યુ

મળતી માહિતી અનુસાર હળવદના રણમલપુર ગામના રહેવાસી ૪૫ વર્ષીય સુરેશભાઇ તળશીભાઇ વરમોરા રણમલપુર ગામની ખારીવાડી સીમમા પોતાની વાડીમા ટ્રેક્ટર વડે ખેતી કામ કરતા હોય ત્યાં ટ્રેક્ટરનુ હાઇડ્રોલીક ખરાબ થઇ જતા ટ્રેક્ટર ઉભુ રાખી રીપેરીંગ કરતા હતા, તે વખતે અકસ્માતે હાઇડ્રોલીકમા આવી જતા પેટનો ભાગ દબાણમા આવી ગયો હતો. જેથી સુરેશભાઈને ગંભીર ઇજા થતા સારવાર અર્થે હળવદ સરકારી દવાખાના ખાતે તેમના ભાઈ રમેશભાઇ તળશીભાઇ વરમોરા લાવતા ફરજ પરના ડોક્ટરે તેમને જોઈ તપાસી મૃત જાહેર કાર્ય હતા. ત્યારે બનાવ બાબતે હળવદ પોલીસે મૃત્યુ અંગે અ.મોત રજી. કરી આગળની ઘટિત કાર્યવાહી હાથ ધરી છે.
[wptube id="1252022"]








