GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી સૌરાષ્ટ્રના સૌથી મોટી ઈલેકટ્રીક પાવર ચોરી આશરે એક કરોડ રૂપીયાના પ્રકરણમાં આરોપીઓનો નીર્દોષ છુટકારો

મોરબીના એડી. ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ(સ્પેશયલ ઈલેકટ્રીસીટી)કોર્ટમાંથી સૌરાષ્ટ્રના સૌથી ચકચારી અને સૌથી મોટી ઈલેકટ્રીક પાવર ચોરી આશરે ૧ કરોડ ૧૪ લાખ ૬૯ હજાર રૂપીયાના પાવર ચોરી પ્રકરણમાં તમામ આરોપીઓ બધા રહે. ત્રાજપર વાળા મનુભાઈ સામતભાઈ ડાભી જાતે મરવાડ, રમેશભાઈ સામતભાઈ ડાભી જાતે ભરવાડ, મહેશભાઈ નાથાભાઈ ડાભી જાતે ભરવાડ તથા વિનોદભાઈ નાથાભાઈ ડાભી જાતે ભરવાડનો નીર્દોષ છુટકારો.

આજથી આશરે ૨૦૦૬ ની સાલમાં મોરબીના કાર્યપાલક ઈજનેરશ્રી વી.એમ.પંડયા દ્વારા ‘રૂબી’ સીરામીક ઢુવા ખાતે ગેરકાયદેસર રીતે PGVCL ની ભારે દબાણની વીજલાઈનમાં મેજરીંગ કેબલ ટેમ્પર્ડ કરી વીજ પુરવઠો મેળવી વીજ ચોરી કરી ‘રૂબી’ સીરામીકના ભાગીદાર સંચાલક સ્વશ્રી નાથાભાઈ સામતભાઈ ડાભી જાતે ભરવાડ તથા અન્ય ભાગીદાર સામે આશરે ૧ કરોડ ૧૪ લાખ ૬૯ હજાર રૂપીયા જેટલી રકમની લેખીત ફરીયાદ પોલીસ સ્ટેશને આપેલ ત્યારબાદ ફરીયાીની ફરીયાદ લઈ આરોપીઓ સામે ઈન્ડીયન ઈલેકટ્રીસીટી એકટ ૨૦૦૩ ની કલમ-૧૩૫ અન્વયે ગુન્હો દાખલ કરેલ અને ઉપરોકત આરોપીઓની ધરપકડ કરેલી.

આ અંગેનો કેસ અત્રે મોરબીના એડી. સેસન્સ જજશ્રી બુધ્ધ સાહેબની કોર્ટમાં શરૂ થયેલો. સરકાર પક્ષે આ કામમાં ફરીયાદીશ્રી પંડયા સાહેબ તથા અન્ય કાર્યપાલક ઈજનેર કે જેઓ રેડ દરમ્યાન હાજર હતા તે તથા આ કામના તપાસ કરનાર અધીકારીશ્રી જી.કે.વાળા ને તપાસવામાં આવેલા.આ કામમાં તમામ આરોપી વતી મોરબી જીલ્લાના સીનીયર ધારાશાસ્ત્રી શ્રી દિલીપભાઈ અગેચાણીયા રોકાયેલા અને આરોપીઓ તરફે દલીલ કરવામાં આવેલ કે આરોપીઓએ કોઈ વીજચોરી કરેલ હોય તેવુ બનેલ નથી અને ફરીયાદી તથા

સાહેદોએ એ વાત કબુલ રાખેલ છે કે નાથાભાઈ સામતભાઈ સિવાય અન્ય કોઈ આરોપીઓની હાજરીમાં કોઈ કાર્યવાહી થયેલ નથી અને હાલના આરોપીઓ બનાવના સ્થળે હાજર ન હતા. હાલના આરોપી નાથાભાઈ સામતભાઈ ભરવાડ હાલ અવસાન પામેલ છે જયારે અન્ય આરોપીઓ ‘રૂબી’ સીરામીકના પાર્ટનરના દરજજે વહીવટકા હોય તેવુ ફરીયાદ પક્ષ સાબીત કરવામાં તદ્દન નિષ્ફળ રહેલ છે તેમજ હાલમાં વીજચોરી અંગેનો મુદામાલ પોલીસ સ્ટેશના મોરબી ડિવીઝન ખાતે રાખવામાં આવેલ છે જે શંકા ઉભી કરે છે તેમજ સાહેદ વધુમા ઉલટમાં જણાવે છેકે કેબલ વાયરમાં કોઈ મીસચીફ કરવામાં આવે તો મીટર ટેસ્ટીંગમાં જણાય આવે જયારે અહીં ટેસ્ટીંગમાં કોઈ મીસચીફ જણાય આવેલ નથી તેમજ બચાવ પક્ષે દલીલ કરેલ કે એસેસ્ટમેન્ટ કરતા પહેલા નોટીસ આપી અને આરોપીઓને સાંભળવાની તક આપવી જોઈએ. વધુમાં દલીલ કરવામાં આવેલ કે હવામાનની અસર અને લોડ વધારાના કારણે સેવનકોર વાયર બળી ગયેલ હોય છતા આરોપીઓ સામે વીજચોરીનો ખોટો કેસ કરેલ છે તેમજ સરકારપક્ષ આરોપી સામે કેસ સાબીત કરવામાં તદન નિષ્ફળ રહેલ છે અને નામદાર કોર્ટમાં દલીલ કરેલ કે જયાંસુધી આરોપીઓ સામે સરકાર શંકારહીત કેસ સાબીત ન કરી શકે ત્યાં સુધી આરોપીઓને નિર્દોષ માનવા જોઈએ તેમજ વધુમાં નામ. સુપ્રીમ કોર્ટે જે ગાઈડલાઈન સામસુંદર વિ. સ્ટેટ ઓફ હરીયાણા રીર્પોટેડ ઈન ૧૯૮૯(૨) GLH પાના નં.૫૮૭ માં આપેલ જે ચુકાદા પર પણ આધાર રાખી આરોપીઓ તદન નિર્દોષ છોડી મુકવા જોઈએ તેવી ધારદાર દલીલ કરેલી.તમામ દલીલોને અંતે નામ. સ્પેસ્યલ જજશ્રી બુધ્ધ સાહેબે આરોપી પક્ષની તમામ દલીલો માન્ય રાખી આ કામના આરોયીઓ મનુભાઈ સામતભાઈ ડાભી જાતે ભરવાડ, રમેશભાઈ સામતભાઈ ડાભી જાતે ભરવાડ, મહેશભાઈ નાથાભાઈ ડાભી જાતે ભરવાડ તથા વિનોદભાઈ નાથાભાઈ ડાભી જાતે ભરવાડ ને નિર્દોષ છોડી મુકવાનો હુકમ કરેલો.

સદરહુ કેસના તમામ આરોપી તરફે મોરબી જીલ્લાના સીનીયર એડવોકેટ શ્રી દીલીપભાઈ આર.અગેચાણીયા, સીનીયર એડવોકેટ શ્રી એમ.વાય.ચાનીયા તથા યુવા એડવોકેટશ્રી જે.ડી.અગેચાણીયા, એ.એમ. ચાનીયા, જે. ડી. સોલંકી, હીતેશ પરમાર, રવી ચાવડા, કુલદિપ ઝીંઝુવાડીયા રોકાયેલ હતા.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button