પંજાબના AAP નેતાની ગોળી મારી હત્યા
પંજાબના તરનતારનમાં AAP નેતા ગુરપ્રીત સિંહની ગોળી મારી હત્યા

પંજાબના તરનતારનમાં આમ આદમી પાર્ટીના એક નેતાની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. હત્યા કર્યા બાદ આરોપી નાસી ગયો હતો. માર્યા ગયેલા નેતાની ઓળખ ગુરપ્રીત સિંહ ગોપી તરીકે થઈ છે.
પંજાબના તરનતારનમાં આમ આદમી પાર્ટીના નેતા ગુરપ્રીત સિંહ ગોપીની અજાણ્યા લોકોએ દિવસે દિવસે ગોળી મારીને હત્યા કરી દીધી છે. આરોપીઓએ ગોઇંદવાલ સાહેબ રેલવે ક્રોસિંગ પર આ ઘટનાને અંજામ આપ્યો હતો. ગુરપ્રીત ગોપી ખડુર સાહિબના ધારાસભ્ય મનજિંદર સિંહ લાલપુરાની નજીક હતો અને ઘટના સમયે તે કારમાં મુસાફરી કરી રહ્યો હતો.
આ દરમિયાન હુમલાખોરોએ તેમને રોક્યા અને ગોળીબાર કર્યો. હાલ પોલીસે કેસની તપાસ શરૂ કરી છે અને આરોપીઓની ઓળખ કરવામાં આવી રહી છે. સમાચાર મુજબ ગુરપ્રીત સિંહ એકલા જ કપૂરથલા તરફ જઈ રહ્યા હતા અને હુમલાખોરો તેનો પીછો કરી રહ્યા હતા. ફતેહાબાદ અને ગોઇંદવાલ સાહિબ વચ્ચેના રેલ્વે ક્રોસિંગ પાસે હુમલાખોરોએ તેમના પર ગોળીબાર કર્યો અને ઝડપથી સ્થળ પરથી ભાગી ગયા.










