GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી ઓનલાઇન શેરબજારમાં રોકાણ કરાવી છેતરપિંડી કરનાર વડોદરાના ત્રણ ઇસમોને : મોરબી સાયબર ક્રાઇમ પોલીસે દબોચી લીધા 

મોરબી શેરબજારમા ઓનલાઈન રોકાણ કરાવી સારો નફો કમાવવાની લોભામણી લાલચ આપી રૂ.૪.૪૭ લાખની છેતરપીંડી/વિશ્વાસધાત કરતા વડોદરાની ઠગ ત્રિપુટીને ઝડપી લઇ ત્રણેય આરોપીઓ વિરુદ્ધ મોરબી સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં આઇપીસી કલમ તથા આઇટી એક્ટ કલમ હેઠળ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.

સમગ્ર કેસની ટૂંક વિગત મુજબ ગત તા.૦૪ જાન્યુ.૨૦૨૪ના રોજ ફરિયાદી કિશનભાઇ કાવરને આરોપીએ વોટ્સઅપ નંબર ઉપરથી app fopgos લીંક મોકલી વોટસએપ મેસેજમાં શેરબજારમાં રોકાણ કરવા અંગેની ટીપ્સ મોકલેલ હતી. ત્યારે ફરિયાદી કિશનભાઈ શેરબજારમાં રોકાણ કરતા હોય જેથી તેને આ વોટસએપ ચેટ દરમ્યાન શેરબજારમાં રોકાણ કરવા માટે આરોપી દ્વારા જણાવતા ફરીયાદીએ ઓનલાઈન શેરની લે-વેચ કરવા કુલ રૂ.૪,૪૭,૧૫૦/-નુ ઓનલાઈન ટ્રાન્જેકશન કરેલ હતું. બાદ થોડા સમય પછી કિશનભાઈએ કરેલ રોકાણના રૂપિયા પાછા આપી દેવા જણાવેલ ત્યારે આરોપીઓએ પૈસા પાછા ન આપી કિશનભાઈ સાથે છેતરપીંડી/વિશ્વાસઘાત કરતા કિશનભાઇ કાવર દ્વારા મોરબી સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા મોરબી સાયબર ક્રાઇમ પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસની તજવીજ હાથ ધરી હતી.ઉપરોક્ત છેતરપિંડી વિશ્વાસઘાતના બનેલ બનાવના ગુન્હાને ધ્યાને લઇ આરોપીને ઝડપી લેવા મોરબી જીલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓની સુચના અને જરૂરી માર્ગદર્શન હેઠળ મોરબી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર શ્રી આર.ટી.વ્યાસ, પો.સબ.ઇન્સ.શ્રી બી.ડી.ભટ્ટ, શ્રી યુ.એસ.બારોટ તથા સાયબર ક્રાઈમ પો.સ્ટે.ના સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી આરોપીઓને તાત્કાલિક શોધી કાઢવા સારૂ પ્રયત્નો હાથ ધરી આરોપી જગાભાઇ વહાભાઇ ભરવાડ, હરીશ ગોબરભાઇ વહાભાઇ ભરવાડ તથા ગણેશ ગગન થાપા રહે.બધા ફતેગંજ, વડોદરા વાળાઓને ઝડપી લઇ ત્રણેય આરોપીઓ વિરુદ્ધ મોરબી સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ગુનો દાખલ કરી આગળની વધુ તપાસની તજવીજ શરૂ કરી છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button