INTERNATIONAL

પેલેસ્ટાઈનમાં આખી સરકારે રાજીનામું આપી દીધું

અમેરિકા ઈચ્છે છે કે યુદ્ધ સમાપ્ત થયા બાદ ગાઝા પર શાસન કરવા માટે એક સંશોધિત પેલેસ્ટાઈન ઓથોરિટી બને.

પેલેસ્ટાઈનના વડાપ્રધાન મોહમ્મદ શતાયેહ સહિત આખી સરકારે રાજીનામું આપી દીધું છે, જે કબજાવાળા વેસ્ટ બેંકના કેટલાક ભાગ પર શાસન કરે છે. મીડિયા રિપોર્ટ્સમાં રાજીનામાંનું કારણ અમેરિકાનું પ્રેશર હોવાનું મનાઈ રહ્યું છે. શતાયેહે કહ્યું કે, હું સરકારનું રાજીનામુ શ્રીમાન રાષ્ટ્રપતિ (મહમૂદ અબ્બાસ)ને સોંપું છું.’ તેમણે કહ્યું આ રાજીનામું ગાઝા પટ્ટી વિરૂદ્ધ આક્રમકતા અને વેસ્ટે બેંક અને યરૂશલમમાં તણાવથી જોડાયેલા ઘટનાક્રમને ધ્યાને રાખીને આપ્યું છે.

પેલેસ્ટાઈનના વડાપ્રધાન મોહમ્મદ શતાયેહનું કહેવું છે કે તેમની સરકાર રાજીનામું આપી રહી છે, જેનાથી પેલેસ્ટાઈન ઓથોરિટીમાં અમેરિકા સમર્થિત સુધારાઓના દ્વારા ખુલી શકે છે. રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસને હજુ પણ એ નક્કી કરવું પડશે કે શું તેઓ શતાયેહ અને તેમની સરકાર દ્વારા સોમવારે અપાયેલા રાજીનામાંનો સ્વીકાર કરશે કે નહીં. પરંતુ આ પગલું પશ્ચિમ સમર્થિત પેલેસ્ટાઈનના નેતૃત્વ દ્વારા તે ફેરફારને સ્વીકાર કરવાની ઈચ્છાનો સંકેત આપે છે, જે પેલેસ્ટાઈન ઓથોરિટીને પુનર્જીવિત કરવા માટે જરૂરી સુધારાઓની શરૂઆત કરી શકે છે.

અમેરિકા ઈચ્છે છે કે યુદ્ધ સમાપ્ત થયા બાદ ગાઝા પર શાસન કરવા માટે એક સંશોધિત પેલેસ્ટાઈન ઓથોરિટી બને. પરંતુ તે સપનાને સાકાર કરવામાં અનેક મુશ્કેલીઓ છે. ઉલ્લેખનીય છે કે, પેલેસ્ટાઈન સતત ઈઝરાયલ અને હમાસ વચ્ચે ગાઝામાં ચાલી રહેલા યુદ્ધને લઈને ઈઝરાયલને દોષિ ગણાવી રહ્યું છે. કારણ એ છે કે જે ગાઝામાં ઈઝરાયલ તાબડતોબ હુમલા કરી રહ્યું છે, ત્યાં મોટી સંખ્યામાં પેલેસ્ટાઈનના સામાન્ય નાગરિકો પણ રહે છે.

આ અગાઉ ઈઝરાયલના પૂર્વ વડાપ્રધાને ઈઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચે સંબંધોના ઈતિહાસ પર મોટું નિવેદન આપ્યું હતું. ઈઝરાયલના પૂર્વ વડાપ્રધાન એહુદ ઓલમર્ટે 24 ફેબ્રુઆરીએ કહ્યું હતું કે, વર્ષ 2008ના ગાઝા યુદ્ધવિરામ બાદ ઈઝરાયલ અને પેલેસ્ટાઈને શાંતિ મેળવવા માટે એક ઐતિહાસિક અવસર ગુમાવી દીધો. ઓલમર્ટે શાંતિ યથાવત્ રાખવા માટે હમાસના હુમલાઓને કારણ ગણાવ્યા. જોકે, પૂર્વ વડાપ્રધાને એમ પણ કહ્યું કે, તેઓ ઈઝરાયલના વડાપ્રધાન બેન્ઝામિન નેતન્યાહૂના સમર્થક નથી ઓલમર્ટે ફર્સ્ટપોસ્ટ રક્ષા શિખર સંમેલનમાં કહ્યું કે, હમાસના ઘાતક અને તાબડતોબ હુમલાના પરિણામે આપણે મોકો ગુમાવી દીધો.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button