MORBI:મોરબી રેલવે સ્ટેશન નવીનીકરણ પીએમના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું

MORBI:મોરબી રેલવે સ્ટેશન નવીનીકરણ પીએમના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું
મોરબી ખાતે આવેલ રાજાશાહી સમયના ઐતિહાસિક રેલવે સ્ટેશનનું પશ્ચિમ રેલવે દ્વારા રૂપિયા ૯.૯૮ કરોડના ખર્ચે મૂળ સ્વરૂપ જાળવી રાખી નવીનીકરણ કરવા નક્કી કરવામાં આવ્યું છે.સોમાવરે મોરબી રેલવે સ્ટેશનના નવીનીકરણ કામનું ખાતમુહૂર્ત કાર્યક્રમ રેલવે સ્ટેશન ખાતે યોજાયો હતો. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોરબી સહિત દેશના ૫૫૪ રેલવે સ્ટેશનના કામનું વર્ચ્યુઅલી ખાતમુહૂર્ત – લોકાર્પણ કર્યું હતું.મોરબી રેલવે સ્ટેશન ખાતે પીવાના પાણીની પરબ, પ્લેટફોર્મ પર સેડ, વેઈટિંગ રૂમ, શૌચાલય સહિતની સુવિધા વધારાઈ છે. સાથે જ આરસીસી ગ્રાઉન્ડ બનાવાયં છે, બગીચાનું નિર્માણ કરાયું છે અને ગેટ મોટો કરવામાં આવ્યો છે.ભવિષ્યમાં મોરબીને લાંબા અંતરની ટ્રેન મળે તેવી આશા ધારાસભ્ય દ્વારા વ્યક્ત કરાઈ હતી.
આ કાર્યક્રમમાં અલગ અલગ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. સાથે જ શાળાઓમાં યોજાયેલી ચિત્ર સ્પર્ધા અને નિબંધ સ્પર્ધામાં નંબર મેળવનાર વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ આપીને સન્માનિત કરાયા હતા. આ પ્રસંગે મોરબી-માળીયાના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, , મહામંત્રી કે.એસ. અમૃતિયા, જેઠાભાઈ મિયાત્રા, મોરબી શહેર ભાજપ પ્રમુખ લાખાભાઈ જારીયા,ભાજપ અગ્રણી જયુભા જાડેજા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.