MORBI:‘સાંસદ સ્વચ્છતા અભિયાન’ અંતર્ગત મોરબી વિધાનસભામાં સ્વચ્છતા અભિયાન શરુ કરવામાં આવ્યું

MORBI:‘સાંસદ સ્વચ્છતા અભિયાન’ અંતર્ગત મોરબી વિધાનસભામાં સ્વચ્છતા અભિયાન શરુ કરવામાં આવ્યું
દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત “આપણું મોરબી – સ્વચ્છ મોરબી” બને તેવી નેમ સાથે સમાજ નવ નિર્માણ ટ્રસ્ટ તથા કચ્છ લોકસભાના યુવા સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા દ્વારા કચ્છ લોકસભા અંતર્ગત આવતા મોરબી વિધાનસભાના શહેરો તથા ગામોમાં આયોજિત સ્વચ્છતા અભિયાન અંતર્ગત તા.૨૬/૦૨/૨૦૨૪, સોમવારના મોરબી વિધાનસભાના ધારાસભ્ય શ્રી કાંતીલાલભાઇ અમૃતીયા જીના વરદહસ્તે મોરબી શહેરમાં રેલવે સ્ટેશન પાસેથી સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ કરાવવામાં આવ્યું હતું.
આ અભિયાનના પ્રારંભ પ્રસંગે મોરબી જિલ્લા ભા.જ.પા મહામંત્રી શ્રી કે.એસ. અમૃતીયા, શ્રી જેઠાભાઇ મિયાત્રા, મોરબી શહેર ભા.જ.પા પ્રમુખ શ્રી લાખાભાઈ ઝરીયા, મળીયા તાલુકા ભા.જ.પા પ્રમુખ શ્રી મણિલાલ સદરવા, જિલ્લા ભા.જ.પા ઉપપ્રમુખ શ્રી જયુભાઈ જાડેજા, શ્રી પ્રજ્ઞેશ વાઘેલા, જિલ્લા ભા.જ.પા મંત્રી શ્રી નીરજ ભટ્ટ, પૂર્વ મહામંત્રી શ્રી જ્યોતિસિંહ જાડેજા, શ્રી બાબભાઇ હુંબલ, શહેર મહામંત્રી શ્રી રીશીપભાઇ કઈલા, તાલુકા ભા.જ.પા મહામંત્રી બચુભાઈ રાણા, કારોબારી પ્રદેશ સદસ્યા શ્રી મંજુલાબેન દેત્રોજા, મહિલા મોરચા ઉપપ્રમુખ શ્રી સીમાબેન સોલંકી, શ્રી કાજલબેન લોઢીયા, બક્ષીપંચ મોરચાના પ્રમુખ શ્રી નિર્મલભાઇ ઝારીયા, જિલ્લા આઈ.ટી સેલ કન્વીનર શ્રી દિપક અંજરપા, શહેર યુવા ભા.જ.પા પ્રમુખ શ્રી જયદીપ પંડયા અને મહામંત્રી શ્રી શક્તિસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા.
‘સાંસદ સ્વચ્છતા અભિયાન’ હેઠળ મોરબી વિધાનસભા મતવિસ્તારમાં આગામીી તા૦૬/૦૩/૨૦૨૪ સુધી સફાઈ કાર્ય હાથ ધરી ગામોને સ્વચ્છ બનાવવામાં આવશે. આ સંદર્ભે સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા જી અને ધારાસભ્ય શ્રી કાંતીલાલભાઇ અમૃતીયા જીએ ગામના સૌ નાગરીકો, પદાધિકારીઓ અને સામાજીક આગેવાનોને ‘સાંસદ સ્વચ્છતા અભિયાન’ માં બહોળી સંખ્યામાં જોડાવવા અને આ અભિયાનને સફળ બનાવવા આહવાન કર્યું છે….