MORBI:મોરબી યુવાનને મરવા મજબૂર બનાવનાર સાત વ્યાજખોરો સામે ફરિયાદ નોઘાઇ
વ્યાજખોરોના ત્રાસથી યુવાને આપઘાત કર્યાનું ખુલ્યું
મોરબીના છત્રાલય રોડ ઉપર રહેતા અને સિરામિક ટ્રેડિંગનો ધંધો કરતા રવિભાઈ કુંવરજીભાઇ ગોધવીયા નામના યુવાને બે દિવસ પૂર્વે મચ્છુ – 3 ડેમમાં ઝંપલાવી આપઘાત કરી લેતા બનાવ બાદ મોબાઈલ ફોનમાં રહેલા મેસેજના આધારે મૃતકના મોટાભાઈ અનિલભાઈ કુંવરજીભાઇ ગોધવીયાએ વ્યાજખોરોના ત્રાસના કારણે તેમના નાનાભાઈ રવિભાઈએ આપઘાત કર્યો હોવાની ફરિયાદ મોરબી તાલુકા પોલીસ મથકમાં નોંધાવી છે.

વધુમાં ફરિયાદમાં જણાવાયું છે કે આરોપી દિનેશભાઇ આહીર આસ્થા વાળા પાસેથી 60 લાખ વ્યાજના બદલામાં દોઢ કરોડ ચૂકવ્યા હોવા છતાં અવાર નવાર ધમકી આપી ચેક રિટર્ન કેસ અન્યના નામે કરાવી ત્રાસ આપવાની સાથે વ્યાજખોર રાજુભાઈ બોરીચા, લાલાભાઈ શનાળા વાળો, ભાવેશ ગોધવીયા વાવડી વાળો, સંજય ભરવાડ, જયેશ કાસુન્દ્રા અને વિકાસ પડસુમ્બિયા રહે. નાની વાવડી સહિતના શખ્સોએ રવિભાઈને ત્રાસ આપી મરવા મજબુર કર્યા હતા. આ તમામ આરોપીઓ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસે આઇપીસી કલમ 306, 506, 114 અને ગુજરાત નાણાં ધીરધાર અધિનિયમ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.








