NATIONAL

મહિલા લગ્ન વગર સિંગલ મધર બની શક્શે, કેન્દ્ર સરકારે સરોગેસી કાયદા અંગે લીધો મોટો નિર્ણય

 કેન્દ્ર સરકારે સરોગેસી માટે માં-બાપ બનવાનું સપનું દેખાડવા માટે આશાનું એક નવું કિરણ દેખાડ્યું છે. આવો જાણીએ કે, સરોગેસી નિયમમાં શું ફેરફાર આવ્યા છે અને શું ફેરફાર આવવાના છે…

સરોગેસી દ્વારા માતા-પિતા બનવાનું સપનું જોનારા માટે કેન્દ્ર સરકારે નવો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારે પોતાના નવા નિર્ણયમાં સરોગેસી નિયમ, 2022માં સંશોધન કર્યું છે, જેથી ડોનર ગેમેટના એગ્સ અને સ્પમનો ઉપયોગ કરવાની મંજૂરી આપી દીધી છે. આની સાથે એ શરત રાખી છે કે, કપલમાંથી એકની તબીબી સ્થિતિ જે તેમને તેમના ગેમેટનો ઉપયોગ કરવામાં અસમર્થ બનાવે છે. સરકાર દ્વારા જાહેર કરાયેલ સરોગેસી સંશોધન નિયમ 2024માં કહેવામાં આવ્યું છે કે, જિલ્લા મેડિકલ બોર્ડે આ પ્રમાણિત કરવું પડશે કે પતિ અથવા પત્નીમાંથી કોઈ એક એવી સ્થિતિથી પીડિત છે.

વધુમાં કહેવાયું છે કે, ડોનર ગેમેટનો ઉપયોગ કરીને સરોગેસીની મંજૂરી આ શરતને આધીન છે કે સરોગેસીના માધ્યમથી જન્મનારા બાળકની બાસે ઈચ્છુક કપલથી ઓછામાં ઓછા એક ગેમેટ હોવું જોઈએ. સરોગેસીથી પસાર થનારી સિંગલ મહિલાઓને સરોગેસી પ્રક્રિયાનો લાભ ઉઠાવવા માટે પોતાના એગ અથવા દાતા શુક્રાણુનો ઉપયોગ કરવો પડશે.

માર્ચ 2023માં કેન્દ્ર સરકાર દ્વારા જાહેર એક નોટિફિકેશનમાં સરોગેસી કરાવવા ઈચ્છુક કપલ માટે ડોનર ગેમેટ પર પ્રતિબંધ લગાવી દેવાયો હતો, જેના કારણે કોર્ટથી રાહતની માંગ કરતા અરજી દાખલ કરાઈ. આ અરજીઓમાં મેડિકલ રિપોર્ટના આધારે એ બતાવાયું હતું કે, તેઓ ઈંડા ઉત્પન્ન કરવામાં અસમર્થ હતા. નોટિફિકેશનમાં કહેવાયું છે કે, ઈચ્છુક સિંગલ માતાઓ પણ ડોનર માતાના ઈંડાનો ઉપયોગ નથી કરી શકતી. કેટલીક અરજીઓ મળ્યા બાદ સુપ્રીમ કોર્ટે સરકારને પોતાની 2023ની નોટિફિકેશન પર પુનર્વિચાર કરવા કહ્યું હતું.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button