GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબી જિલ્લામાં આગામી બે વર્ષમાં નવા ૧૨ ચેક ડેમોનું નિર્માણ કરાશે

MORBI:મોરબી જિલ્લામાં આગામી બે વર્ષમાં નવા ૧૨ ચેક ડેમોનું નિર્માણ કરાશે
ગાંધીનગર.જળ સંપત્તિ રાજ્ય મંત્રી મુકેશ પટેલે જણાવ્યું છે કે, રાજ્યના ખેડૂતોને વધુને વધુ સિંચાઈની સુવિધાઓ ઉપલબ્ધ બનાવવા રાજ્ય સરકારે સઘન આયોજન કર્યું છે. જેના ભાગરૂપે મોરબી જિલ્લામાં આગામી બે વર્ષમાં નવા ૧૨ ચેકડેમનું નિર્માણ કરાશે.
વિધાનસભા ખાતે મોરબી જિલ્લાના નવા ચેકડેમના પ્રશ્નના પ્રત્યુત્તરમાં મંત્રી પટેલે ઉમેર્યું છે કે, રાજ્યમાં જળ સંચય થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા ચેકડેમો બાંધવાનું આયોજન કરીને અભિયાન હાથ ધરાયું છે. જેના પરિણામે આજે રાજ્યમાં બે લાખથી વધુ ચેકડેમોનું નિર્માણ કરાયું છે. જેના ભાગરૂપે મોરબી જિલ્લામાં ૧૨ ચેકડેમો બનાવાશે જેના પરિણામે અંદાજે ૯૦૦ હેક્ટર જમીનને સિંચાઈની સુવિધાઓ ઉપલબ્ધ થશે.
[wptube id="1252022"]








